fbpx
ગુજરાત

પ્રેમમાં ગર્ભવતી મહિલાની મદદે આવી અભયમની ટીમ

અમદાવાદમાં ૩૦ વર્ષના યુવકને ૧૫ વર્ષ મોટી મહિલા સાથે પ્રેમ થયો, મહિલા ગર્ભવતી થતાં યુવકે લગ્ન કરવાનો ઈનકાર કર્યો મહિલાએ અભયમની મદદ માંગી

મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ ને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે મારાથી ૧૫ વર્ષ નાનો મારો બોયફ્રેન્ડ લગ્ન કરવાની ના પાડે છે અને હું ગર્ભવતી છું જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, આજથી છ મહિના પહેલા પોતે બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે ચા કોફી આપવા માટે રાજુ નામનો યુવક આવતો હતો. તેણે મારી પાસે નંબર માગ્યો હતો. નંબર આપ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. પ્રેમના નામે મહિલા સાથે રાજુએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાને દોઢ મહિનાનો ગર્ભ રહ્યો હતો જેની મહિલાએ તેના ભાભીને વાતચીત કરી હતી. જેથી તેઓએ પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ મહિલાને તેના પ્રેમી સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. પરિવારજનો રાજુના ઘરે જઈ અને તેની સાથે લગ્નની વાતચીત કરવા નીકળ્યા હતા. મહિલાએ રાજુને ફોન કરી અને અમે તેના ઘરે લગ્નની વાત કરવા આવીએ છીએ એવું કહેતા તેણે ઝઘડો કર્યો હતો.તે છતાં પણ મહિલાના પરિવારજનો તેના ઘરે પહોંચ્યા હતા ત્યાં પહોંચતા જ રાજુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

રાજુના પરિવારજનો અને મહિલાના પરિવારજનોએ વાતચીત કરી હતી અને બંનેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું જાેકે રાજુ લગ્ન કરવા તૈયાર ન હતો. રાજુ કોઈપણ રીતે વાતચીત કરતો ન હતો જેથી હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી અને રાજુનું કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યો હતો. રાજુ પોતે ખુશીથી લગ્ન કરવા તૈયાર થયો હતો અને પરિવાર સાથે બીજા દિવસે વાતચીત કરીશુ એમ કહ્યું હતું. બીજા દિવસે પણ મહિલા હેલ્પલાઇનની ટીમ તેમના ઘરે જઈ લગ્નની વાતચીત અંગે ચર્ચા કરતા રાજીખુશીથી તેઓનું સમાધાન થયું હતું. આમ ગર્ભવતી મહિલાને છોડી જનાર પ્રેમીને પરત જિંદગીમાં લાવી હેલ્પલાઇનની ટીમે સમાધાન કર્યું હતું.અમદાવાદમાં ૩૦ વર્ષના યુવકે તેનાથી ૧૫ વર્ષ મોટી ઉંમરની મહિલાની સાથે મિત્રતા કરી અને પ્રેમના નામે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલા ગર્ભવતી બની હતી. ગર્ભવતી થઈ હોવાની જાણ થતાની સાથે જ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મહિલા પોતાના પરિવાર સાથે યુવકના ઘરે લગ્નની વાત કરવા પહોંચી હતી તો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાેકે બંને પરિવારજનોએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ યુવક લગ્ન કરવા તૈયાર ન હતો. છેવટે મહિલાએ અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી હેલ્પ લાઈનની ટીમ દ્વારા યુવકનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/