fbpx
ગુજરાત

સુરતના રાંદેરની શાળાના સિક્યુરિટી ગાર્ડે વાલીના માથામાં મારતા લોહીલુહાણ

મૂળ મોરભગવાના વતની અને હાલમાં સુરતમાં પાલનપુર જકાતનાકા દર્શન સોસાયટીમાં રહેતા અને ઝીંગાફાર્મનો વેપાર કરતા ૪૭ વર્ષીય પરેશકુમાર પ્રભુભાઈ પટેલ ૨૭મીએ તેમની ૮ વર્ષની દીકરીને સ્કૂલે મુકવા ગયા હતા. વેપારીએ સ્કૂલના મેઇન ગેટ પરથી દીકરીને અંદર સ્કૂલમાં મોકલી હતી. આ દરમિયાન પિતા બહાર ગેટ પરથી દીકરીને બાય બાય કરી અંદર જાય ત્યાં સુધી ઊભા હતા. એટલામાં એક ગાર્ડે જાેરથી બોલીને કહ્યું કે ગેટ પરથી ચાલ્યો જા, આથી વેપારીએ આવું ગેરવર્તન કેમ કરો છો. હું ૪ વર્ષથી મારી દીકરીને મુકવા આવું છું, સ્કૂલના નિયમો મને ખબર છે. સિક્યુરિટી ગાર્ડે વેપારીની સાથે ઝપાઝપી કરી એટલામાં બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડી વેપારીને મુકાવવા માટે પાછળથી પકડી રહયા હતા. એટલામાં સિક્યુરિટી ગાર્ડ જેની સાથે માથાકૂટ થઈ તેણે હુમલો કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડએ ધક્કા મુક્કી કરતા દીકરી ગભરાઇને પિતા પાસે દોડી આવી રડવા લાગી હતી.

આથી પિતાએ ગાર્ડ સાથે માથાકૂટ કરવાનું ટાળી પહેલા સ્કૂલમાં અંદર જઈ દીકરીને મુકી આવ્યા હતા. બાદમાં સિક્યુરિટી ગાર્ડને આ બાબતે વાત કર્યો હતો.રાંદેર ઉગત નહેર પાસે રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. બાળકને સ્કૂલે મુકવા માટે આવેલા વાલીને સિક્યુરિટી ગાર્ડે મેઇન ગેટ પર ઊભા રહેવા બાબતે ઝઘડો કરી માથામાં હાથમાં પહેરેલું કડુ મારી હુમલો કર્યો હતો. વાલીને ૧૦૮માં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે વાલીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ વીરપાલસીંગ ડરવીન્દરસીંદ મજબી (સીંગ)(૨૨)(રહે,રેડીયન્ટ, ઈન્ટરનેશનલ સ્કૂલના સિક્યુરિટી રૂમમાં, ઉગતકેનાલ રોડ,રાંદેર) સામે મારામારીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/