fbpx
ગુજરાત

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે પળોજણ

વડોદરા શહેર બહાર રહેતા અને યુનિવર્સિટીમાં પ્રેવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં શમાવી શકાશે નહિ. અંદાજીત ૧ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓને ખાનગી હોસ્ટેલ કે પીજીમાં આશ્રય લેવો પડશે.કોરોના મહામારી પછી બે વર્ષના લાંબા ગાળા બાદ હોસ્ટેલમાં પૂર્ણ ક્ષમતા સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીના સમયમાં શરૂઆતના તબક્કે હોસ્ટેલો બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ માસ્ટર્સ અને પીએચડીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ૨૦૨૨ જાન્યુઆરી થી તમામ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. જેમાં એફવાય,એસવાય અને ટીવાયના ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લઇ લીધો હતો જેના કારણે આ વિદ્યાર્થીઓને હવે નવા વર્ષમાં માત્ર રીન્યુઅલ જ કરાવાનું રહેશે. ૫ હજાર બેઠકોમાંથી ૧૫૦૦ જેટલી બેઠકો ખાલી રહી છે જેમાં નવા આવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ફેકલ્ટીમાં જે અરજી આવે તે પ્રમાણે પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે.

હોસ્ટેલમાં માત્ર ૫ હજરા વિદ્યાર્થીઓની ક્ષમતા છે જેથી નવા આવતા ઘણા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ નહિ મળી શકે. વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલ સીવાય બહારની હોસ્ટેલ તથા પીજીમાં રહેવાનો વારો આવશે. જાેકે દર વર્ષે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રેવશ મેળવી શકતા નથી જેથી પીજી કે અન્ય હોસ્ટેલમાં રહીને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હોય છે.ધો.૧૨માં માસ પ્રમોશન અને ઉંચા પરિણામ બાદ યુનિ.માં વધુ એડમિશન અપાયા હતા. હવે ૨ વર્ષે હોસ્ટેલ શરૂ થવા જઇ રહી છે ત્યારે પ્રવેશની પળોજણ પડકારરૂપ બનશે. એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં ૫ હજાર વિદ્યાર્થીઓની કેપેસીટી છે જેમાંથી ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ કે જે અત્યારે હોસ્ટેલમાં રહે છે તેમના રીન્યુઅલની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. ૧૫૦૦ બાકી બચેલી જગ્યા પર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જે તે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/