fbpx
ગુજરાત

સગા બાપે સગીર દીકરીને ધમકાવી ૨ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની

દેશ સહિત ગુજરાતમાં દુષ્કર્મની કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હવે તો કળિયુગની હદ થઈ છે વલસાડના ધરમપુરમાં સગા બાપે જ સગીર દીકરીને ધણકાવી ૨ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસ મથકે સગીરાની માતાએ આપેલી ફરીયાદ મુજબ સગીરાએ અઢી માસ પહેલા પેટમાં દુખાવો થાય છે એમ માતાને કહ્યું હતુ. જેથી સગીર દીકરીને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં માતા લઈ ગઈ હતી. જ્યાં તપાસ કરાવતા ફરજ પરના તબીબે સગીરા સગર્ભા હોવાનું જણાવ્યું હતું. જેથી માતાએ આ બાબતે પૂછતાં સગીરાએ ખબર નથી એમ કહ્યું હતું. ત્યારબાદ ઘરે જઈ ફરીથી માતાએ કડકાઇથી પૂછતાં સગીરાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને રડવા લાગતી હતી.

ગત તા.૦૬/૦૪/૨૦૨૨ના પેટમાં દુખાવો થતા સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બીજા દિવસે સગીરાની પ્રસૂતિ થતાં એક બાળકીનો જન્મ થયો હતો, જે બાળકી હાલમાં ત્રણ માસની છે. એ બાદ તા.૦૭/૦૭/૨૦૨૨ના સગીરાએ તેની માતાને જણાવ્યું હતું કે પિતા છેલ્લાં બે વર્ષથી તેની સાથે ઘરમાં બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. કોઈને કહેશે તો મારી નાખીશ તેમજ ઘરમાંથી કાઢી મૂકીશ એમ કહીં દુષ્કર્મ આચરતો રહ્યો હોવાથી પિતા થકી ગર્ભ રહી ગયો હતો. માતાએ પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/