fbpx
ગુજરાત

વાપીમાં જવેલર્સની દુકાનની બાજુમાં દુકાન ભાડે લઈ ૬૫ લાખથી વધુની ચોરી કરી

વાપી મેઇન બજાર સ્થિત હોટેલ એમ્બેસીની સામે આવેલ પુષ્પમ જ્વેલર્સના માલિક પિયુષ જૈને ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રોજની જેમ રાબેતા મુજબ દુકાન બંધ કરી તેઓ ઘરે જતા રહ્યા હતા. જે બાદ દુકાન ખોલતા તિજાેરી પાસેથી ગેસ કટર મળી આવી હતી. તેમજ તિજાેરી કપાયેલી હાલતમાં દેખાતા તપાસમાં ત્યાં બાંકોરું જાેવા મળ્યું હતું. જાેકે તસ્કરો તિજાેરી કાપ્યા બાદ પણ તેને ખોલી શક્યા ન હતા. જેથી તાત્કાલિક તેમણે સ્થાનિક પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી. દુકાનમાંથી ૧૬ કિલો ચાંદી, ૧૪૫૪.૯ ગ્રામ સોનુ અને ૧.૪૪ લાખના ડાયમંડ મળી કુલ રૂ.૬૫,૯૪,૩૪૦નો મુદ્દામાલની ચોરી થઇ હોવાનું દુકાનદારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. બનાવની જાણ થતા ટાઉન પીઆઇ બી.જે.સરવૈયા સહિત એસઓજી પીઆઇ વી.બી.બારડ અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. પુષ્પમ જ્વેલર્સની પાછળ દુકાન નં.૫ માં ભાડેથી રહેવા આવેલા ઇસમોએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ દુકાનમાં એક ઇસમ એક મહિના અગાઉ જ ચટાઇની હોલસેલની દુકાન ખોલવા આવ્યો હતો અને ત્યારબાદ બે અન્ય ઇસમો તેની સાથે ત્યાં જ રહેવા લાગ્યા હતા. જાેકે દુકાન માલિક ગુજરાત બહાર હોય પોલીસે તેનો સંપર્ક કરી વાપી બોલાવતા તે આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે. પુષ્પમ જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીના વાયરો કપાયેલી હાલતમાં મળતા પોલીસને તસ્કરોના ફૂટેજ મળી શક્યા ન હતા. દુકાનદારના જણાવ્યા મુજબ બાંકોરું પાડતા વીજના તમામ વાયરો ત્યાં જ હોય તૂટી ગયા હતા. જ્યારે તસ્કરો રહેતા તેની સામે દુકાન નં.૪નો સીસીટીવી ફૂટેજ તપાસતા ૨૦ જૂન બાદથી તે સીસીટીવી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. દુકાન માલિકે બંધ દુકાનના શટર ઉપર દુકાન વેચવાની છે તેમ જાહેરાત કરી નીચે બે મોબાઇલ નંબર લખતા તસ્કરોએ નંબર મેળવી દુકાનદારને સંપર્ક કર્યો હતો અને ડિપોઝિટ આપી ત્યાં રહેવા લાગ્યા હતા. જે બાદથી જ તેઓ ચોરીના પ્રયાસમાં લાગી ગયાનું જાણવા મળ્યું હતું. કોઇને શંકા ન જાય તે માટે તસ્કરો બાકોરું પાડવા ગેસકટર અને ૩ સિલિન્ડર ચટાઇમાં છુપાવીને લાવ્યા હતા તેમ જાણવા મળ્યું છે. જે બાદથી તેઓ દુકાન બંધ કરીને આ કામમાં લાગી જતા હતા. દુકાન નં.૫ માં ભાડેથી રહેતા ઇસમો વિશે સામેની દુકાન અને બાજુમાં આવેલ એક ફોટો સ્ટુડિયો ચલાવતા દુકાનદારથી પૂછપરછ કરતા બાજુમાં કોણ રહેતો અને તેઓ શું કામ કરતા હતા તેની જાણ જ નથી તેમ જવાબ મળ્યું હતું.

અંકલેશ્વરના રાજકમલ આર્કેડમાં આવેલી મુથુટ ફાઇનાન્સની બાજુમાં તસ્કરોએ દુકાન ભાડે રાખી દીવાલમાં બાંકોરું પાડી ૮ કરોડના સોનાની ચોરીનો પ્રયાસ કર્યો હતો. જાેકે તે સમયે સિક્યુરિટી સિસ્ટમ વાગી જતા તેઓ ચોરીમાં સફળ થયા ન હતા. ૫ જુલાઇએ બનેલા આ બનાવની રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાની સંભાવના વર્તાઇ રહી છે. ધ બેંક જાેબ ફિલ્મની જેમ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અસફળ થયા હતાં. આ દુકાન ભાડે લેવા માટે ઇસમોએ એક મહિના અગાઉ જ માલિકને ડિપોઝિટ તરીકે ૨૦,૦૦૦ રોકડા ચૂકવ્યા હતા. જ્યારે મહિનો પૂર્ણ થતા બીજી જુલાઇએ જ ભાડાના ૬૦૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાંજેક્શન કર્યા હતા. હવે ટ્રાજેક્શન દ્વારા પણ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળ્યું હતું. વાપી ટાઉન પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટરના અંદરમાં આવેલ પુષ્પમ જ્વેલર્સમાં ચોરીના બનાવથી વેપારીઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આરોપીઓ ગેસકટરથી બાકોરું પાડતા હતા. તેથી પોલીસની નાઇટ પેટ્રોલીંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

જ્યારે ઘટના સ્થળની આજુબાજુમાં આવેલી કેટલીક દુકાનોમાં સીસીટીવી કેમેરો ન હોવાથી પોલીસને તપાસમાં અડચણ પણ થશે. જેથી વેપારીઓએ ફરજીયાત સીસીટીવી કેમેરા ગોઠવે તે જરૂરી બન્યું છે. વાપી ટાઉન મેઇન બજારમાં આવેલ પુષ્પમ જ્વેલર્સમાં જે દાગીનાની ચોરી થઇ છે તેમાં આરોપીઓ સુધી પહોંચવા તમામ પ્રયાસો ચાલુ છે. ફોન ટ્રેસિંગથી લઇ લોકેશન અને સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરાઇ છે.વાપી ટાઉન મેઇન બજારમાં આવેલી પુષ્પમ જ્વેલર્સની પાછળ ચટાઇ વેચવા માટે દુકાન ભાડે રાખી તસ્કરોએ અંદરથી જ બાંકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી અંદરથી ૧૬ કિલો ચાંદી, ૧૪૫૪.૯ ગ્રામ સોનું અને ૧.૪૪ લાખના ડાયમંડ મળી કુલ રૂ.૬૫,૯૪,૩૪૦નો મુદ્દામાલ ચોરી ગયા હતા.ઘટનાની જાણ દુકાનદારને સવારે દુકાન ખોલ્યા બાદ થતા ટાઉન પોલીસ સહિતને કરતા એસઓજી અને એલસીબીની ટીમ સ્થળે દોડતી થઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/