fbpx
ગુજરાત

એવી કેવી શાળા કે જેમના વિદ્યાર્થીઓને બેન્ચ પર બેસવા દેવામાં આવતા નથી

આણંદ-વડોદરા નેશનલ હાઈવે સ્થિત મોગર ગામ પાસે આવેલી વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદના વમળમાં ફસાઈ છે. જેમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે શાળા મેનેજમેન્ટ દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હોવાની વિગત બહાર આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવતાં વિભાગ દ્વારા પણ તુરંત જ આ મામલે લેખિતમાં ઠપકો આપી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, મોગર સ્થિત વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને રજૂઆત કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના બાળક સાથે શાળા સંચાલકો દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે. જેમાં ખાસ તો શાળા દ્વારા ચાલતાં કેન્ટીનના ઉપયોગ, સ્કૂલ બસ (ટ્રાન્સપોર્ટના ઉપયોગ), હોબી ક્લાસનો ઉપયોગ અને તે લોકોને બેન્ચ પર બેસવા દેવામાં આવતા નથી સહિતની ફરિયાદો કરી હતી. જાેકે, સમગ્ર મામલે ગંભીરતા જણાતાં તુરંત જ શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્કૂલ સંચાલકોને લેખિતમાં જાણ કરી ઠપકો આપવામાં આવ્યો હતો. જેમાં કચેરીએ જણાવ્યું હતું કે, જાે પુનઃ આ પ્રકારની ફરિયાદ આવશે તો શાળા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

હાલના સમયમાં એક જ સ્કૂલની ફરિયાદ મળી છે. પરંતુ હજુ પણ જાે જિલ્લામાં જે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ ભણી રહ્યા છે અને તેમની સાથે કોઈ શાળા દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે અને તેઓ અમને જાે ફરિયાદ કરશે તો, ફરિયાદની સત્યતા ચકાસી જવાબદારો વિરૂદ્ધ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. અલબત્ત, વિભાગ દ્વારા તેનું ફોલઅપ પણ કરવામાં આવશે. સરકારી સ્કૂલની સામે ખાનગી સ્કૂલનો રાફડો ફાટ્યો છે

ત્યારે બીજી તરફ આર્થિક રીતે અસક્ષમ હોય તેવા વાલીઓ પોતાના બાળકો ખાનગી શાળાનું શિક્ષણ મેળવી શકે, શાળાની ઈત્તર પ્રવૃતિમાં ભાગ લઈ શકે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ)ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકને સ્કૂલની ફી ભરવાની રહેતી નથી. પરંતુ તેની સામે સરકાર દ્વારા જે તે સ્કૂલના વિદ્યાર્થીની ફી પેટે શાળાને રૂપિયા ૧૩૫૦૦ની રકમ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, એજ્યુકેશન મટીરીયલ સહિત યુનિફોર્મ પેટે રૂપિયા ત્રણ હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/