fbpx
ગુજરાત

અમદાવાદમાં આવ્યો એવો કિસ્સો કે, પતિ પર શંકા કરીને પત્નીએ નોકરી છોડાવી દીધી

ગુજરાતમાં મહિલાઓની મદદ અને સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ કેટલીકવાર મહિલાઓ જ આ હેલ્પલાઈનમાં ખોટા મેસેજ કરે તો તે મુદ્દાનું ધ્યાન પણ અભયમની ટીમ રાખે છે અને કાઉન્સેલિંગ કરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરની એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેનો પતિ અવાર નવાર અન્ય મહિલાઓને ખરાબ નજરે જાેયા કરે છે. અભયમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી તો આ મામલે ખુદ પત્ની જ શંકાશીલ હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું હતું.

આ મહિલાએ શંકાના આધારે ઝગડા કરીને પતિની નોકરી છોડાવી દીધી હતી. અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો. તેનો પતિ દુકાનની બહાર બેસી રહે છે અને અવર જવર કરતી મહિલાઓને જાેયા કરે છે. આવો કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને પત્નીની પુછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ રસ્તે અવર જવર કરતી મહિલાઓ દુકાન પાસે બેસીને ખરાબ નજરે જાેયા કરે છે. એટલું જ નહીં જ્યાં પણ જાય ત્યાં મહિલાઓ સાથે વાતો કરવાના પ્રયાસો કરે છે. જાે આ અંગે તેની સાથે પુછપરછ કરું તો મારઝૂડ કરે છે.

તેની પત્નીને ખોટી શંકા કરવાની આદત છે. પતિ નોકરી કરતો હતો ત્યારે શંકા રાખીને ઝગડો કરી પત્નીએ નોકરી છોડાવી દીધી હતી. બાદમાં ઘરમાં જ પતિએ પાનનો ગલ્લો શરૂ કરીને વેપાર કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે પણ પત્ની ઘરકામ કરવાની જગ્યાએ પતિની ચોકી કરવા લાગી હતી. તે વારંવાર ઘરમાં ઝગડો કરતી હતી. જેથી ગુસ્સામાં આવીને પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. આ સાંભળીને અભયમની ટીમે પત્નીનું કાઉન્સેલિંગ કરી ખોટી શંકા રાખીને ઘરસંસાર ના બગાડવો જાેઈએ તેમ કહ્યું હતું. પતિને પણ મારઝૂડ ન કરવા જણાવી કાયદાકિય માહિતી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/