fbpx
ગુજરાત

છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયા નો ખર્ચ કરેલો છે, પ્રશ્ન પુછતા શક્તિસિંહ ગોહિલ

સંસદ( રાજ્યસભા )માં શક્તિસિંહ ગોહિલે એક પ્રશ્ન પુછેલ હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયા નો સરકારે ખર્ચ કરેલો છે ? આ પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ મારફત રૂ. ૨૮૨.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે. હકીકતમાં આટલી મોટી રકમ ખર્ચાયા છતાં સાબરમતિ નદીને પ્રદુષણથી ભરપુર અસર અને ગંદકી મળે છે.

નામદાર હાઈકોર્ટે તા:૧૪/૦૯/૨૦૨૧ના રોજ જોઈન્ટ ટાસ્કફોર્સ રચી હતી તેમજ એક સીનીયર વકીલને AMICUS CURIE તરીકે નિયુક્ત કરેલ હતા. નામદાર હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં સ્પષ્ટ રીતે એ વાત ઉજાગર થઇ હતી કે, ગેરકાયદેસર રીતે ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીમાં નાખી દેવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા એ પણ આ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપ લાઈનો સાથે ગટરના પાણીના નિકાલની પાઈપ લાઈનોના જોડાણ કરી દેવાથી જ વરસાદી પાણીનો અમદાવાદમાં ભરાવો થાય છે.

લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. રૂ. ૨૮૨.૧૭ કરોડ રૂપિયા માત્ર ત્રણ વર્ષમાં સાબરમતિ નદીના શુદ્ધિકરણ માટે વાપરવામાં આવ્યા તેમ છતાં સાબરમતી નદીનું પાણી સતત પ્રદુષિત છે. તેમજ અમદાવાદના વરસાદી પાણીનો નિકાલ થતો નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે, વર્તમાન શાશન ખુબ જ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરે છે. ૨૮૨.૧૭ કરોડનો ખર્ચ મોટા ભાગે કાગળ પર દર્શાવીને પૈસા ખાઈ જવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/