fbpx
ગુજરાત

રાજકોટમાં કોર્પોરેટરના પતિએ પૈસાની માંગણી કરતો વિડીયો વાયરલ

રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પરની ભોજલરામ સોસાયટીમાં રહેતા દીપક જયંતીભાઇ ટુડિયા નામના યુવકે ભોજલરામ સોસાયટીમાં આવેલું પોતાનું મકાન રૂ.૪૫ લાખમાં વેચવાનો સોદો નક્કી કર્યો હતો, મકાન ખરીદનારે સોસાયટીનું એનઓસી માગતા દીપક ટુડિયા સોસાયટીના પ્રમુખ ઘનશ્યામ હમીરભાઇ કુંગશિયા પાસે પહોંચ્યો હતો, ઘનશ્યામ વોર્ડ નં. ૬નો ભાજપનો પ્રમુખ છે અને તેના પત્ની મંજુબેન આ વોર્ડના જ કોર્પોરેટર છે, દીપક ટુડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના આગેવાન ઘનશ્યામ કુંગશિયાએ મને પૂછ્યા વગર મકાન કેમ વેચ્યું તેમ કહી એનઓસી જાેઇતું હોય તો દલાલીના ૨ ટકા એટલે કે રૂ.૯૦ હજાર અને સોસાયટીના હોલમાં ૧૦ પંખા નખાવી દેવાના તેના રૂ.૨૦ હજાર મળી રૂ.૧.૧૦ લાખની માંગ કરી હતી, ઘનશ્યામ કુંગશિયાએ ધમકાવતા ડરી ગયેલા દીપકે જેતે સમયે પૈસા આપવાનો વાયદો કર્યો હતો અને ઘનશ્યામે પોતાના બચાવ માટે દીપકને ધમકાવીને સાદા કાગળમાં દલાલીના રૂપિયા આપવાના છે તેવું લખાણ પણ લખાવી લીધું હતું.

સોસાયટીનું એનઓસી મળી જતાં મકાન વેચાઇ ગયું હતું, પરંતુ દીપકે પૈસા નહીં ચૂકવતા ભાજપના આગેવાન ઘનશ્યામે નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને દીપકને અનેક ફોન કરી પૈસાની માંગ કરી હતી અને જાે પૈસા નહીં મળે તો જાેઇ લેવાની પણ ધમકી આપતો હતો, દીપક અને મહિલા કોર્પોરેટરના પતિ તથા વોર્ડ પ્રમુખ ઘનશ્યામ વચ્ચે થયેલા વાર્તાલાપના અંશો અત્રે પ્રસ્તુત છે. દીપક ટુડિયાએ મકાન વેચવાનું હતું એટલે તે મારી પાસે આવ્યો હતો અને મકાન ખરીદનાર મારા સંબંધીને મકાન લેવું છે તેવી વાત કરી હતી, મકાનનો સોદો થઇ ગયો ત્યાં સુધી મને જાણ કરવામાં આવી નહોતી, અને મેં મકાનની દલાલીના પૈસા માગ્યા હતા, મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.શહેરના વોર્ડ નં. ૬ના ભાજપના કોર્પોરેટરના પતિએ પોતે જે સોસાયટીનો પ્રમુખ છે તે સોસાયટીના રહીશે મકાન વેચતા તેના એનઓસીના બદલામાં રૂ.૧ લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો હતો, પૈસા વસૂલવા માટે ભાજપના આ આગેવાને મકાનમાલિકને ગાળો પણ ભાંડી હતી આ અંગેનો વીડિયો ફરતો થતાં ચકચાર મચી ગઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/