fbpx
ગુજરાત

ઇડરના પીઆઇ પર હુમલો કરનારા ૨ શખ્સો ઝડપાયા

છેલ્લા ઘણા સમયથી દેશ સહિત ગુજરાતમાં પોલીસ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે ઈડરના પીઆઈ પર હુમલો કરનાર ૨ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે સા.કાં. એસઓજી અને એલસીબીની ટીમે ઇડર પોલીસ પર હુમલો તથા રાયોટિંગના ગુનામાં બે આરોપીને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જંગલોમાંથી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. તા.૦૬/૦૭/૨૨ના રોજ ઇડર પોલીસ સ્ટેશનમાં ચેમ્બરમાં ઘૂસી પીઆઇ ઓકે જાડેજાનું ગળું દબાવી પોલીસ પર હુમલો કરવાના ગુનાના આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદીયા તથા બીજા પાંચ શખ્સો વિરુદ્વ ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને નાસતા ફરતા હોવાથી ઇડર નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણના સુપરવિજન હેઠળ એસઓજી તથા એલસીબી અને ઇડર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન એસઓજી પીઆઇ પી.એલ. વાઘેલાને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી ભગીરથસિંહ તથા અમીરાજસિંહ હરીશચંદ્રસિંહ જેતાવત બંને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જંગલોમાં છૂપાયેલા છે જેથી એસઓજી પીઆઈ પી.એલ. વાઘેલા, એસઓજી પીએસઆઇ જી.એસ. સ્વામી, એલસીબી પીએસઆઇ એન.આર. ઉમટ તથા એલસીબી અને એસઓજી સ્ટાફના માણસોએ બાતમી વાળા સ્થળે અમીરગઢ તાલુકાના જેસોરના જંગલમાં આવેલ પર્વતોની તળેટીમાં જયરાજ પર્વત પરના કેદારનાથ મંદિર પાસેથી બંનેને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/