fbpx
ગુજરાત

પુણા-કુંભારિયા ફ્રુટ એન્ડ વેજીટેબલ કો.ઓપ.સોસાયટીમાં ૪ કરોડનો ભ્રષ્ટાચાર

સુરતના પુણા કુંભારિયા ફ્રુટ એન્ડ વેજીટેબલ કો.ઓપરેટીવ સોસાયટીમાં ખેડૂતો પાસેથી ઉંચા ભાવે કેળાની ખરીદી કરી નીચા ભાવે વેચ્યા હોવાની ગોબાચારી સામે આવી છે. સોસાયટીમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની જાણ થતાની સાથે જ જિલ્લા રજિસ્ટ્રારે કલમ ૮૬ હેઠળ નોટિસ ફટકારી હતી. આ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મંડળીનો વાર્ષિક ૯૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. વહિવટી કર્તાઓ દ્વારા તેમાં અંદાજિત ૪ કરોડથી વધારે રૂપિયાની ગોબાચારી કરી હોવાનું ખુલ્યુ છે. જેમાં સોસાયટીના વહીવટ કર્તાઓએ ખેડૂતો પાસેથી નીચી કિંમતમાં કેળાની ખરીદી કરી હતી

અને ત્યાર બાદ ઉંચી કિમતે તેને વેચવામાં આવ્યા હતાં. તેમાંથી થયેલી આવકનો દુરઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ૪ કરોડ રૂપિયાનું કૌંભાડ થયું હોવા છતાં હજી કૌંભાડ કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ગોબાચારી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો. ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને સબસીડીથી પેશી આપવાનું પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમુક લોકો દ્વારા અન્ય કેળાની જાત ઉગાડીને ગેરકાયદેસર રીતે સબસીડી મેળવવામાં આવતી હતી. જેમાં તિસ્યુ પર ૪.૮૯ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/