fbpx
ગુજરાત

સરકારને રાજ્યભરમાં એકસરખી ફી લેવા મામલે નીતિ બનાવવા આદેશ કર્યો

દરેક સ્કૂલના શિક્ષકો અને તેની સગવડતા મુજબ અલગ અલગ ફી લેવાની દરખાસ્તને પણ એફઆરસી માન્ય રાખતી નથી. હાઇકોર્ટે સંચાલકોની અરજીને ગ્રાહ્ય રાખી છે. હાઇકોર્ટે સ્કૂલ સંચાલકોને જે ફી હાલ લેવામાં આવતી હશે તે ઉઘરાવવા મંજૂરી આપી છે. સ્કૂલ સંચાલકોને એફઆરસી સમક્ષ નવેસરથી અરજી કરવા આદેશ કર્યો છે. સરકારને રાજ્યભરમાં એકસરખી ફી લેવા મામલે નીતિ બનાવવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટમાં ૧૦૦ ખાનગી સ્કૂલ સંચાલકોએ કરેલી અરજીમાં રજૂઆત કરી કે, તેમની વાતને એફઆરસી સાંભળતી નથી.ફીની ગણતરી કેવી રીતે કરવી તે અંગે વિવાદ થતા એફઆરસીએ સ્કૂલ સંચાલકોની વાતને માનવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે સ્કૂલ સંચાલકોને એફઆરસીમાં અરજી કરીને ફી અંગે રજૂઆત કરવા, એફઆરસીને ૧૨ સપ્તાહમાં અરજી પર નિકાલ લાવવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટે અગાઉ એફઆરસીને ગુણવત્તાસભર શિક્ષણ આપવા મામલે સ્ટાન્ડર્ડ મુજબ ફી લેવા આદેશ કર્યો હતો. કોર્ટે ટકોર કરી કે રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં એકસરખી ફીની નીતિ બનાવવી જાેઇએ હાઇકોર્ટે એફઆરસીને ફી કેવી રીતે વસૂલવી તે અંગે સ્પષ્ટ સૂચનો કર્યા છે. પણ એફઆરસી બધી સ્કૂલો માટે એક સ્ટાન્ડર્ડ માળખું બનાવીને ફી નક્કી કરે છે.

જેના લીધે સ્કૂલ સંચાલકોને તેમણે દરખાસ્ત કરેલી ફી કેમ અમાન્ય ઠેરવી તેનું કારણ પણ જાણી શકાતું નથી. કેટલીક સ્કૂલો ભાડાના મકાનમાં ચાલતી હોવાથી તેના ભાડાની રકમ પણ ફીમાં સમાવિષ્ટ હોવાથી એફઆરસી તેને કન્સિડર કરતી નથી.ખાનગી સ્કૂલ સંચાલકોએ એફઆરસીએ કરેલા હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, એફઆરસી દ્વારા સ્કૂલ સંચાલકોની ફી અંગે વિવાદ થતા એફઆરસી તેમને સાંભળતી નથી. તેમણે સ્કૂલ તરફથી દરખાસ્ત કરાયેલી ફી ની રકમ કેમ નકારવામાં આવી છે? તેના કારણો આપતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/