fbpx
ગુજરાત

ઈ-એફ.આર.આઈ. નું ગૃહમંત્રી અમીતભાઇ શાહના વરદ હસ્તે ઉદઘાટન

ગુજરાત રાજ્યની પ્રજા સાથે બનતા વાહન ચોરી તથા મોબાઇલ ચોરીના બનાવોમાં પ્રજાને હાલાકી ન પડે તથા પોલીસ સ્ટેશને સુધી જવુ ન પડે અને ઘર બેઠા ઓનલાઇન ઇ – એફ.આઇ.આર . કરી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા સીટીઝન પોર્ટલ એપમાં ઇ – એફ.આઇ.આર સીસ્ટમ કાર્યરત કરવામાં આવેલ જેનુ આજરોજ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ નાઓના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ . ઇ – એફ.આઇ.આર . કોઇપણ વ્યક્તિ વાહન ચોરી તથા મોબાઇલ ચોરી ની ફરીયાદ ગુજરાતના કોઇપણ જગ્યાએથી તથા ઘર બેઠા પોતાના મોબાઇલ ફોન દ્વારા એફ.આઇ.આર. કરી શકશે .

ઇ – એફ.આઇ.આર . અતર્ગત ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવવાળી જગ્યાની મુલાકાત લેશે , તેમજ નાગરીકોને ફરીયાદની તપાસની પ્રગતી બાબતે એસ.એમ.એસ થી જાણ પણ થશે , તથા વીમા કંપનીને પણ જાણ થાય તે રીતે કાર્યરત કરવામાં આવેલ છે . ઇ – એફ.આઇ.આર . સીસ્ટમ બાબતે પ્રજામાં જાગૃતી આવે અને વધુમાં વધુ લોકો આ સીસ્ટમથી માહીતગાર થઇ અને લાભ લે તે હેતુસર જૂનાગઢ જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે તથા જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ ઉપર પ્રજા જોઇ શકે તે રીતે મોટા બેનરો લગાડી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે .

આ બેનરોમાં ઇ – એફ.આઇ.આર . અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ છે તથા સીટીઝન પોર્ટલ તથા સીટીઝન ફસ્ટ એપ પરથી કઇ રીતે ફરીયાદ કરી શકાય તે બાબતેના બેનરો તથા પ્રજા આ એપથી માહીતગાર થાય તેવા બેનરો લગાવી ઇ – એફ.આઇ.આર . અંગે પ્રચાર કરેલ છે . માન . ગૃહ મંત્રીશ્રીના વરદ હસ્તે રાજય કક્ષાના અત્યંત આધુનીક કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ત્રીનેત્ર નું પણ ઉદઘાટન કરવામાં આવેલ તથા બોડી વોર્ન કેમેરાનું રાજય વ્યાપી રોલ આઉટ કરી ગુજરાત પોલીસની ટેકનોલોજી આધારીત નવી સેવાઓનો શુભારંભ કરવામાં આવેલ .

કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ત્રીનેત્ર ખાતે ગુજરાત રાજ્યના તમામ જીલ્લામા લાગેલ સીસીટીવી લાઇવ જોઇ શકાય છે તેમજ જે કોઇ કર્મચારીઓએ પોતાની ફરજ દરમ્યાન લગાડેલ બોર્ડીવોર્ન કેમેરા પણ આ ત્રીનેત્ર ખાતે લાઇવ જોય શકાય છે . આમ ગુજરાતની પ્રજાને પોતાના વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે ફરીયાદ અંગે હાલાકી ભોગવવી ન પડે અને પોતે કરેલ ફરીયાદની પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાણ થતી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા ઇ – એફ.આઇ.આર . સીસ્ટમ પ્રજા માટે કાર્યરત કરેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/