fbpx
ગુજરાત

વડોદરામા યુવાન નદીમાં કૂદયો ફાયરબ્રિગેડે તેનો મૃતદેહ શોધ્યો

વડોદરાનું નામ આવે એટલે મગરોનું શહેર, મગર યાદ આવે ખરું ને અવારનવાર સમાચારમાં જાેવા મળ્યું છે લોકોએ વાત કરી છે કે, વડોદરામાં મગરો ઘણા છે. ત્યારે વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદેહ ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી. વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ૨૦ વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

જાેકે તેને શોધવામાં સફળતા મળી નહોતી. નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી ફરી શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.૫૦૦ લીધા હતા. ફિલ્મ જાેયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઇલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. જાેતજાેતામાં તેને મગરો ખેંચી ગયા હતા. તેણે પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/