fbpx
ગુજરાત

ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતા મૂળ લવારપુર ગામના જનકભાઈ પટેલ ખેતી તેમજ કોન્ટ્રાકટર તરીકે કામ કરી રહ્યા છે. જેમની વડીલોપાર્જીત જમીન લવારપુર ગામની સીમમાં બ્લોક/સર્વે નંબર ૩૯૯ ( જુનો સર્વે નંબર ૪૬ ) ( જુના સર્વે નંબર ૨૨, ૬૭, ૬૯ પૈકી, ૭૫, ૭૬) ની કુલ જમીન ૩૮૦-૨૫ ની માપવાળી ખેતી આવેલી છે. જે જમીનમાં બોરકુવો તથા બે પાકા મકાનો આવેલા છે. જેનો ઉપયોગ ખેતીની સિઝનમાં માણસોને રહેવા માટે કરવામાં આવે છે. આ ખેતર પર ખેતી કામ કરવા અવાર નવાર જનકભાઈ આવતા જતા હતા.

ત્યારે કોરોના કાળના સમયમાં એટલે કે ૨૦૨૦ ની સાલમાં કોરોના આવતાં માર્ચ-એપ્રિલમાં લોકડાઉન થયું હતું. જેનાં કારણે જનકભાઈ ખેતર ઉપર આવી શક્યાં ન હતાં. જેનો ફાયદો ઉઠાવી ગામના કોદરજી નાથાજી ઠાકોર, બુધાજી કોદરજી ઠાકોર, ભીખાજી જુગાજી ઠાકોર, મહેશ ભીખા જી ઠાકોર, ગોવિદજી ભીખાજી ઠાકોર, રેવાજી મગનજી ઠાકોર, જગદીશ રેવાજી ઠાકોર, જડીબેન કોદરજી ઠાકોર, હીરાબેન રવાજી ઠાકોર અને પાલીબેન ભીખાજી જમીન ઉપર કાચા મકાનો બનાવી પશુઓને બાંધી કબ્જાે કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં જનકભાઈ ગામમાં દોડી આવી ઉક્ત ઈસમોને જમીન ખાલી કરવા કહ્યું હતું.

ત્યારે બધાએ તમારે જે થાય તે કરી લેજાે. આ જમીન અમારી છે અને આ જમીનમાંથી નિકળવાના નથી તેમ કહી ઝગડો કર્યો હતો. આ મામલે જનકભાઈએ જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીગની અરજી કરતા સીટની તપાસના અંતે કલેકટર ડો. કુલદીપ આર્યએ ઉક્ત ઈસમો વિરુદ્ધ ડભોડા પોલીસને ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો.અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતો કોન્ટ્રાક્ટર લોકડાઉનના કારણે પોતાના ગામ ગાંધીનગરના લવારપુર આવી શકતો ન હતો. જેનો ફાયદો ઉઠાવી ગામના દસ ઈસમોએ કોન્ટ્રાક્ટરની જમીનમાં ઓરડીઓ બનાવી પશુઓને બાંધીને જમીન પચાવી પાડી હતી. જેને લઈ ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/