fbpx
ગુજરાત

સાબરમતી કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

એનએસયુઆઈ ના કાર્યકરોએ સાબરમતિ આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા માટે આપેલી અરજીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ કોલેજમાં જઈને તેમજ કેટલાક કાર્યકર્તાઓએ કોલેજની બહાર રહીને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તે ઉપરાંત કોલેજની અંદર ગયેલા કાર્યકરો કુલપતિ હિમાંશુ પંડ્યાના નામે કોલેજાેને ધમકી આપી રહ્યા હોવાનો કોલેજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અમે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ બંધ ના થાય તે માટે રજુઆત કરવા ગયા હતા.

પરંતુ પોલીસે અમારી અટકાયત કરી દીધી છે. કોલેજમાં કામ કરનાર મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે એનએસયુઆઈના કેટલાક કાર્યકરો ઓફિસમાં આવીને કહી રહ્યા હતા કે તમને તો કુલપતિ જાેઈ લેશે. કુલપતિ તમારા નામથી જ ગુસ્સે થાય છે. તમારી સામે કુલપતિ પગલાં ભરશે.અમદાવાદમાં કોલેજ બંધ કરવાની અરજીનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક ગ્રાન્ટેડ કોલેજાે બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે. જેને લઈને એનએસયુઆઈ દ્વારા અરજી આપનાર પૈકી સાબરમતિ કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એનએસયુઆઈ દ્વારા અમને કુલપતિના નામની ધમકી અપાઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/