fbpx
ગુજરાત

સુરતના અલગ અલગ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ

શ્રાવણ મહિનો શરૂ થતા જ શિવલાયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે, તેમાં પણ ખાસ શ્રાવણના દર શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળે છે. મહાદેવના મંદિરોમાં પણ ભોલેનાથના દર્શન કરવા આવતા ભક્તો માટે ભટાર ખાતેના માઁ વેષ્નોદેવી ધામ ખાતે બાબાને બર્ફાની બનાવવામાં આવ્યાં હતા. ૫૧ લાદી સાથે ૬૫૦૦ કિલો બરફના બર્ફાની બાબાને રવિવારે ખુલ્લા મુકાયા હતા.કાપોદ્રામાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે કોરોનાકાળ બાદ શ્રાવણના પહેલા સોમવારે સવારથી રાત સુધીમાં ૧ લાખ લોકો દર્શન કરવા માટે ઉમટી પડશે.

આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી મંદિર સંચાલકોએ ૫૦ સ્વયંસેવકો તથ ૩૦થી વધુ પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરી છે. આખા શ્રાવણ મહિના દરમિયાન કર્મનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા ભક્તોને ૨૦૦ કિલો બદામ, ૨૫૦ કિલો કાજુ, ૨૫૦ કિલો દ્રાક્ષ અને ૫૦૦ કિલો સાકરનો પ્રસાદ આપવામાં આવશે. આ મંદિર રાજયમાં સોમનાથ દાદાના મંદિરની શીખરથી બીજા નંબરની ઉંચાઈવાળું મંદિર છે. કર્મનાથ મંદિરના શિખરની ઉંચાઈ ૧૦૮ ફૂટ છે. આ મંદિરમાં શ્રાવસ માસ બાદ સામાજિક જવાબદારીના ભાગરૂપે ભક્તોની આંખો, દાંતનું વિનામૂલ્યે તપાસ તથા ઇલાજ કરવામાં આવે છે, જેનો તમામ ખર્ચ મંદિર દ્વારા ઉપાડવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/