fbpx
ગુજરાત

ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં છતનો ભાગ તૂટતા મહિલા ઈજાગ્રસ્ત

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામેલા મકાનો જર્જરિત હાલતમાં મૂકાયા છે. સોલા રોડ પરના શિવાલય એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડવાના કારણે એક મહિલાને ઇજા થઇ હતી. ત્યારે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમાં પણ હાઉસિંગના ફલેટોમાં ત્રીજા માળે રહેતાં મકાનોની પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી. જેના કારણે જાનમાલની હાનિ થવાની સંભાવના હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ હાઉસિંગ રિડેવલપમેન્ટની સ્ક્રીમને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરા વિસ્તારના ચાર કોર્પોરેટરો સાથે બેઠક યોજવાના હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.

આ બાબતને નજર સમક્ષ રાખીને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા નારણપુરા વિસ્તારના ચારેય કોર્પોરેટરોને પોતાના વતી મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવેદનપત્ર સુપ્રત કર્યા હતા. આમ બંને હાઉસિંગના સંગઠનોએ વહેલી તકે રિડેવલપમેન્ટ યોજનાનો સ્થાનિક રહીશોને લાભ મળે તે માટે કમર કસી છે. હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના અગ્રણી એવા રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદી, શાંતિ એપાર્ટમેન્ટના પ્રમુખ વિશાલ કંથારીયા, સુરમ્ય એપાર્ટમેન્ટના સભ્ય મનુભાઇ ચૌધરી, ર્નિમલ એપાર્ટમેન્ટના પ્રમુખ અશ્વિનભાઇ સુમેર્યા તેમ જ ઉન્નતિ એપાર્ટમેન્ટના રમેશ શર્માએ સંયુક્તપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આ આવેદનપત્રમાં પેનલ્ટી માફીના સરકારના પગલાંને આવકારતાં જણાવ્યું છે કે, આવી યોજનાઓમાં જે લાભાર્થીઓએ સમયાંતરે સામાજિક કે આર્થિક જરૂરિયાત મુજબ મકાન વધાર્યું છે તેઓને આ લાભ મળતો નથી. તો તેમને પણ રાહત પેકેજ સાથે માફી યોજના આપવી જાેઇએ. જેથી વધુમાં વધુ મકાનોના દસ્તાવેજ થશે અને ભવિષ્યમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટમાં અસંમત સભ્યો સામે ૬૦-એની નોટીસ સમયસરની કાર્યવાહીના વિલંબના કારણે રિડેવલપમેન્ટમાં નિયમ મુજબ ગયેલી યોજનાઓનું કામ અટક્યું છે.

તો તેના માટે સરકાર કડક અમલીકરણ કરે અને આવી યોજનાઓમાં ઉપરના મળના મકાનોની પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી. જેના કારણે જાનમાલની હાનિ થવાની સંભાવના છે. જ્યારે નીચેના ૩૩ ટકા મકાન માલિકો જલ્દી રિડેવલમેન્ટ માટે તૈયાર થતા નથી. જેથી ૭૫ ટકા કરવા મુશ્કેલ પડે છે. દરેકને સરખી તક મળે તે રીતે સંમંત સભ્યોની ટકાવારીની સંખ્યા ૭૫ ટકાના બદલે ૬૦ ટકા કરવી જાેઇએ. તેના માટે જરૂરી કાયદાકીય સુધારા કરવા માંગણી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/