fbpx
ગુજરાત

મેઘરજમાં સરપંચ એસોસિએશન દ્વારા ટીડીઓ અને ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપ્યું

મેઘરજ તાલુકામાં છેલ્લા એક અઠવાડીયાથી ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રી પોતાના હક્ક અને માંગણીઓને લઇને હળતાલ ઉપર ઉતર્યા છે. જેમાં ગ્રામપંચાયતોનો વહીવટ ઠપ થઇ જતાં સરપંચોએ મેઘરજ ટીડીઓને અને તાલુકા ભાજપ પ્રમુખ નેતલાટી કમ મંત્રીની હડતાળનુ યોગ્ય નિરાકરણ બાબતે આવેદન પાઠવ્યું હતું. ગ્રામ્ય વિસ્તાર માટે વહીવટી વ્યવસ્થા માટે ત્રીસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા દ્વારા સત્તાનુ વિકેદ્રીકરણ કરતા પાયાના એકમ તરીકે ગ્રામપંચાયત ખુબજ મર્યાદીત ઉપલબ્ધીઓ હોવા છતાં સીધાજ જાહેર જનતાને સ્પર્શતી પાયાની માળખાગત સુવિધા પુરી પાડે છે.

નાગરીકોને તેમના અધિકારો મળે તે માટે ગ્રામ પંચાયતની મુખ્ય ભુમીકા હોય છે. જેમાં ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીઓ પોતાની માગણીઓને લઇને છેલ્લા એક અઠવાડીયાથી હડતાલ ઉપર ઉતરતાં ગ્રામીણ વિસ્તારોમાં નાગરીકોના વિવીધ પ્રકારના કામો અને વિકાસના જરીયાત વાળા કામો અટવાઇ પડતાં મેઘરજ તાલુકાના સરપંચોએ મેઘરજ ટીડીઓને અને મેઘરજ તાલુકા ભાજપ પ્રમુખ ને આવેદન પત્ર પાઠવી સરકાર ને સુધી પહોંચાડી અને તલાટી કમ મંત્રીઓની હડતાલનુ યોગ્ય નિરાકરણ કરવા જણાવાયુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/