fbpx
ગુજરાત

ભારતીય કિસાન સંધ ના ગાંધીનગર ખાતે ધરણા નો ત્રીજો દિવસ ખેડૂતો ની ૨૬ પ્રશ્નો ને લઈ બુલંદ માંગ

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ધ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો – ૨૬ જે મહત્વના – ખેડૂતોને મુશકેલી થાય છે. તેવા ૨૬ પ્રશ્નોને લઈ આજે ત્રીજા દિવસે એક હજાર જેટલી બહેનો એ ધરણા પ્રદેશમાં જોડાઈને ૨૦૦૦ પુરૂષો કુલ ૩૦૦૦ ત્રણ હજાર ભાઈ બહેનોએ સરદાર સાહેબના સાનીધ્યમાં ધરણા કરીને એક હજાર બહેનોએ ભાઈ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના મુખ્ય મંત્રીશ્રીને આપેલ છે. મુખ્ય મંત્રી મારફતે આ બહેનોએ પોતાની આપ વીતી પત્રમાં લખી છે. ખેડૂતોના પ્રશ્નો અમારો – લાડલો ભાઈ વહેલી તકે ઉકેલે તે માંગ કરી છે. તો આજના કાર્યક્રમમાં બહેનોએ મુખ્ય ભુમીકા ભજવી – ભજન કિર્તન-રાસ-સરદાર સાહેબના સ્ટેચ્યુ ફરતે લઈને પોતાની મુશ્કેલીયો વરવેલી છે. તબલા-ખંજરી-કડતાલ સાથે મહીલાઓ ખેડૂતોની વેદન વ્યક્ત કરી ખેડુતોને પશુપાલન કરતી બહેનોને દુધના પુરતા ભાવ ન મળવાથી પશુપાલન કરવુ પડે એમ નથી.

ખાણ દાણ ઘાસ સારો મોઘો થયોને દુધના ભાવ પુરા ત મળતા માત્ર પશુના ગોબર શીવાય અમોને કોઈ લાભ નથી.ખેતીમાં ખાતર – દવા – બીયારણ તમામ ભાવ વધ્યા ડીઝલના ભાવ વધવાથી ટ્રેક્ટરથી ખેતી પરવડે તેમ નથી. અમારા ખેતી પાકના ભાવ પુરતા નથી મળતા જેથી ખેતી ખોટનો ધંધો થયો. ખેતી છોડી ગ્રામ્ય પ્રજા – શહેર તરફ વળી છે. મહીલાઓએ વાત કરી હતી. ત્રીજા દીવસે ખેડુતોએ તેમની ધીરજ પુરી છે. સરકાર ખેડૂતોની વાત માને તેના પ્રશ્નો વહેલા ઉકેલે કારણ કે આ શાંતીપુર્ણ આંદોલન થાય છે. તે આંદોલન ઉગ્ર બને તે પહેલાં સરકારને પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે.

૧૯૮૩ માં જે ખેડૂતો ૧૯ સહીદ થયા છે તે સ્થીતી ના બને તેવા નહેરમાં મુડમાં આજે ખેડુતોની ધીરજ ખુટે તો આ દીશામાં ખેડૂતો આંદોલનની દીશા ન બદલે તે પહેલા સરકાર અમારી વાત માને તે આશા રાખીએ છીએ. અમારી ખેડૂતોની વ્યાજબી માંગણી છે. આજે શ્રાવણ મહીનાના છેલ્લા દિવસે ભાઈઓ બહેનોએ આજે આ ધરણા કાર્યક્રમમાં ભાગ લઈને ભજનને સત્સંગ કરીને પોતાના પુરવજોને પણ આજે આ લોક કલ્યાણના કામે આવ્યા છે ને આ જગતના તાત ના જો પ્રશ્નો ઉકેલ્યા છે તો અમારા પુરવજોને સંતોષ થશે. એવા હેતુથી આજે આ કાર્યક્રમમાં ભાગ લઈને આજનો પવિત્ર દિવસ ખેડૂતોના કાર્યમાં સાથ આપી ઉજવણી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/