fbpx
ગુજરાત

વડસર ખાતે નવીન તળાવનું અમિત શાહે ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર જિલ્લામાં ૭૫ જેટલા તળાવો બનાવવાનો નિશ્ચય કર્યો છે. જેમાંના એક વડસર ગામને પણ તેમણે તળાવ વિકાસની ભેટ આપી હતી. વડસર ગામે તળાવના નવીનીકરણ અને બ્યુટિફીકેશનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડસર ખાતેના તળાવની વિશેષતાઓમાં ખાસ વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન અને સિનિયર સીટીઝન પાર્ક સહિતના એરિયા તૈયાર કરવામાં આવ્યાં છે, જેને આજે અમિત શાહે લોકો માટે ખુલ્લા મૂક્યા હતા. આપણા પૂર્વજાેએ તળાવનું નિર્માણ કર્યું હતું.

તળાવો આપસમાં લિંક કર્યા કે એક તળાવ ભરાય તો તરત જ એ પાણી બીજા તળાવમાં જતું રહે અને જમીનમાં ભુગર્ભ જળની પરિસ્થિતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરી હતી. જેની આઝાદી પછી કોઈએ પણ ચિંતા કરી નહીં. જે બહુ ગંભીર બાબત કહેવાય. એમ કહી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી હતી. જેમ જેમ દબાણ થવા માંડ્યા, તળાવમાં કચરા નાખીને તળાવ પુરાવા માંડ્યા જેના લીધે પાણીના સ્તર બહુ ઊંડા જવા માંડ્યા. માટે પાણીના સ્તર જળવાઈ રહે તે માટે તેમણે જનતાને સંકલ્પ કરાવ્યો હતો કે આપણા ભવિષ્યમાં આવનારી પેઢી માટે તળાવ સાચવવા પડશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના મોટા નેતાઓ તથા અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ જિલ્લા કલેક્ટર ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખ કલોલ નગરપાલિકાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં વડસર ગામના લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત અમિત શાહ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/