fbpx
ગુજરાત

સીસીસીની પરીક્ષા કેન્સલ રહેતા રાજયભરના ઉમેદવારો મુશ્કેલીમાં

રાજ્યના અલગ અલગ વિભાગના કર્મચારીઓને સીસીસી લની પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો નિયમ છે. તે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે પરીક્ષા યોજાવાની હતી. પરંતુ સર્વરની સમસ્યાને કારણે પરીક્ષા યોજાઈ શકે તેમ નથી, જેથી પરીક્ષાર્થીઓને આગળના દિવસે જ જાણ કરીને પરીક્ષા કેન્સલ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. અગાઉ અમદાવાદ ખાતે આવી પરીક્ષાના આયોજન કરવા બાબતે તથા તેના માટે જરૂરી એન્ટ્રી પાસ ડાઉનલોડ કરવા મેસેજ પણ દરેકને યુનિવર્સિટીએ મોકલાવેલો હતો અને એટલે કે પરીક્ષાના એક દિવસ અગાઉ રાતના સમયે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પણ આ અંગે મોડા મેસેજ કરીને જાણ કરી હતી.

પોરબંદર, ભુજ, હિંમતનગર, પાલનપુર, સુરત, વલસાડ,ભરૂચ વગેરે જેવા દુરના જિલ્લા તથા ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનેક પરીક્ષાર્થીઓ વહેલા આવી ગયા હતા. જે હવે પરીક્ષા આપ્યા વિના પરત જશે અને ફરીથી પરીક્ષા આપવા આવશે. જાેકે સર્વર અંગે અનેક વખત રજૂઆત મળી છતાં સર્વર ડાઉનની સમસ્યા ત્રિપલ સીની પરીક્ષાના કો-ઓર્ડિનેટર ડો. કમલજિત લખતરિયાને ત્રિપલ સીની પરીક્ષા રદ થઈ હોવાનું કારણ પૂછવા બાબતે ફોન કરતા કે મેસેજ કરતા તેમણે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. સાથે જ તેઓ દિવસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ હાજર ન હોવાની ફરિયાદ પણ ઊઠી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/