fbpx
ગુજરાત

પોલીસ વાહનચાલકો પાસેથી દંડ વસૂલે છે પણ પોતાનો દંડ ભરતી નથી

સુરતના સામાજિક કાર્યકર્તા અને આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાને મળેલ માહિતી મુજબ ઝોન-૧, ૨, ૩ અને ટ્રાફિક શાખામાં વર્ષ ૨૦૧૯માં ૩૧૫૧, ૨૦૨૦માં ૧૮૧૮ અને વર્ષ ૨૦૨૧માં ૨૫૫૫ જવાનોને ફરજ પર બેદરકારી બદલ નોટીસ ફટકારાઈ છે. ઝોન -૧માં ૩ વર્ષમાં ૩૩,૩૨,૮૫૦ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓની સુનાવણી બાદ આખરી હુકમ મુજબ દંડની રકમ ૧૮,૧૦,૦૦૦ થઈ હતી. જેમાંથી રૂ. ૯,૧૩,૩૭૪ અલગ-અલગ પોલીસ સ્ટેશને દંડ સ્વીકાર્યો છે. આરટીઆઈની માહિતી મુજબ હજુ આ ૩ વર્ષના આખરી દંડની રકમની ૫૦ ટકા રકમ જ વસૂલવામાં આવી છે. ઝોન-૩માં ૩ વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ કુલ ૧૫૫૫ નોટીસ અપાઈ છે. માહિતી અધિકાર અધિનિયમની છટકબારીનો ઉપયોગ કરીને ઝોન -૩ ના નાયબ પોલીસ કમિશ્નરે રકમ અંગે કોઈ માહિતી આપી નથી. જ્યારે ઝોન-૪માં માહિતી આપવાનો ઇનકાર કરાયો હતો.

ઝોન -૩ અને ૪ના પ્રથમ અપીલ અધિકારી એવા અધિક પોલીસ કમિશ્નરે પણ માહિતી આપવાનું નકારી દીધું હતું. ઝોન -૨માં ૩ વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ કુલ ૨૩૭૩ જેટલી નોટીસ પાઠવવામાં આવી છે. જે અંગે થયેલા આખરી હુકમ પૈકી રૂ. ૬,૬૦,૧૦૦ ઝોન-૨ના અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા વસૂલવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ મોટી રકમની નોટીસ પાઠવી ડરાવે છે, ત્યાર પછી હિયરીંગમાં કર્મચારીઓ પાસેથી ગેરકાયદેરકમ વસૂલીને પોતાનાં ખિસ્સાં ભરીને રકમ ઓછી કરી દેવામાં આવે છે. મને આવું જાણવા મળતાં અરજી કરી માહિતી માંગી હતી. કર્મચારીઓના શોષણની વાત કેટલી સાચી છે, અધિકારીઓ આ પ્રકારના દંડની માહિતી આપવાનું ટાળે છે.

આ અંગે પોલીસ કમિશ્નર અને ડી.જી.પી.એ સ્પેશિયલ ટીમની નિમણુક કરીને તપાસ હાથ ધરવી જાેઈએ.વાહનચાલકો પાસે સ્થળ પર જ દંડ વસૂલી લેતી પોલીસ પોતાની ફરજમાં બેદરકારી માટે અધિકારીઓએ ફટકારેલો દંડ સમયસર ભરતી નથી. એક આરટીઆઈ એક્ટિવીસ્ટે માંગેલી માહિતીમાં આ વાત સામે આવી છે. છેલ્લા ૩ વર્ષમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી ૬૪૪૨થી વધુ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સહિતનાં કારણોસર નોટીસ ફટકારવામાં આવી હતી, જેમાં દંડની કુલ રકમ પૈકી માત્ર ૫૦ ટકા જ ભરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/