fbpx
ગુજરાત

ભુજ હાઈવે પર ટ્રેઈલરની નીચે એક્ટિવાચાલક આવી જતાં મોત નીપજ્યું

ભુજ માધાપર હોઇવે પરના નળ સર્કલ પાસે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રેઇલર સાથે ભટકાયા બાદ નીચે આવી જતાં એક્ટિવા સવાર લોડાઇ ગામના યુવાનનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે બન્યો હતો. લોડાઇ ગામે રહેતા અને માધાપર હાઇવે પર એક વેપારીને ત્યાં નોકરી કરતા અલ્તાફ હુશેનભાઇ કુંભાર (ઉ.વ.૨૦) અને તેની સાથે કામ કરતો રાહુલ કુમાર યાદવ બન્ને જણાઓ બેન્કના કામે એક્ટિવા પર જઇ રહ્યા હતા. ત્યારે નળ સર્કલ અને શેરે પંજાબ હોટલ વચ્ચેના રોડ પર પાછળથી આવી રહેલા ટ્રઇલરના ચાલકે સાઇડ ક્રોસ કરતાં એક્ટિવાને અડફેટે લીધી હતી. જેના કારણે એક્ટિવાનો કાબુ ગુમાવી દેતાં હતભાગી અલ્તાફ ટ્રેઇલરના ટાયર નીચે આવી ગયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/