fbpx
ગુજરાત

જામનગરમાં વધુ ૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઇ

ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીની સમસ્યા વધુ જાેવા મળે છે ત્યારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે વીજચેકીંગમાં વધુ ૬૩ વીજ જાેડાણમાંથી રૂ.૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઇ છે. શહેરના નવાગામ ઘેડ, વુલનમીલ, ધરારનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું. બે દિવસમાં કુલ રૂ.૪૪.૨૦ લાખની પાવરચોરી પકડાઇ છે.જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા સતત બીજા દિવસે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત જામનગર સર્કલ હેઠળના સિટી-૧ ડિવિઝનમાં આવતા સાત રસ્તા, પટેલ કોલોની અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી સ્થાનિક વીજ અધિકારીઓના વડપણ હેઠળની ૨૯ ટૂકડી નવાગામ ઘેડ, ભીમવાસ, ધરારનગર, યાદવનગર, વુલન મીલ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ધસી ગઈ હતી.

તેમની સાથે બાર એસઆરપીમેન, ત્રણ એક્સ આર્મીમેન અને ત્રણ વીડિયો ગ્રાફર રાખવામાં આવ્યા હતાં. વીજચેકીંગ દરમ્યાન કુલ ૨૦૨ વીજજાેડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૬૩ જાેડાણમાં ગેરરીતિ ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.૨૬.૫૫ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા છે. બે દિવસમાં શહેરમાંથી કુલ રૂ.૪૪.૨૦ લાખની વીજચોરી ઝડપાઇ છે.થોડા સમય પહેલા શહેર-જિલ્લામાં વીજ તંત્રએ ચેકિંગ હાથ ધરી રૂા. એક કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડી હતી, આમ છતાં શહેરમાં વીજ ચોરીનું દુષણ અવિરત રહયું છે. જેના કારણે ટીએનડી લોસનું પ્રમાણ વધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/