fbpx
ગુજરાત

સુરતમાં લૂંટેરી દુલ્હને વધુ એક યુવકને શિકાર બનાવી ૧ લાખ પડાવ્યા

કતારગામમાં લૂટેરી દુલ્હનનો વધુ એક મામલો સામે આવ્યો છે. હીરામાં મજૂરી કરતા યુવક સાથે લગ્ન કરી થોડા વખતમાં જ લૂટેરી દુલ્હન ભાગી ગઈ હતી. લૂટેરી દુલ્હન, દલાલ સહિત ૫ જણાએ યુવક પાસેથી ૧.૩૨ લાખની રકમ પડાવી હતી. જેમાં ૨૪ હજાર પરત કરી બાકીના ૧.૦૮ લાખ ઓહયા કરી ગયા હતા. રત્નકલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે કપીલા ડાહ્રા રાઠોડ, દલાલ યુસુફખાન હસુખાન પઠાણ (બન્ને રહે, જલારામ સોસા,કરજણ,વડોદરા), મેલસીંગ રાઠોડ(રહે,તારાપુર,આણંદ),દુલ્હનની માતા સવિતા ઉર્ફે ચંચળ મહેન્દ્ર રાઠોડ(રહે,પાણી ગેટ,વાઘોડીયા ચોકડી, વડોદરા) અને લૂટેરી દુલ્હન શીતલ મહેન્દ્ર રાઠોડ સામે ગુનો નોંધ્યો છે. કપિલા રાઠોડ રત્નકલાકારના માસીયાભાઈની સાસુ છે.

કતારગામમાં રહેતા ૩૫ વર્ષીય રત્નકલાકાર જીતુ દોઢેક વર્ષ પહેલા માસીયાભાઈના સાસરે કરજણ ગયો હતો. જયા જીતુના લગ્નની વાતચીત કરતા માસીયાભાઈની સાસુ કપિલાએ યુસુફનો સંપર્ક કરાવ્યો હતો. યુસુફે લગ્ન કરાવી આપીશું અને લગ્ન રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ કઢાવી આપીશું, કદાચ છોકરી ભાગી જાય કે સાસરે ન રહે તો તમારા રૂપિયા પાછા આપી દઈશું એમ કહી દોઢ લાખની માંગણી કરી હતી. યુસુફે મધુબેન હસ્તક મેલસીંગનો સંપર્ક કરી વર્ષ ૨૦૨૨માં યુવક અને તેના પિતાને વાઘોડીયા બોલાવ્યા હતા. સવિતાબેનના ઘરે તેની દીકરી શીતલ સાથે રત્નકલાકારની વાતચીત કરાવી હતી. શીતલ અને જીતુ બન્ને લગ્નની હા પાડી હતી. પછી મેલસીંગ અને યુસુફે ૧.૩૦ લાખ આપવા પડશે એમ કહ્યું હતું.

સુરત આવી યુવકે યુસુફને કોલ કરી ૧.૨૦ લાખમાં નક્કી કર્યુ હતું.બાદમાં ૧ લાખ પડાવ્યા હતા. યુસુફે છોકરીની લગ્નની ખરીદી માટે પહેલા ૨૦ હજારની માંગણી કરી હતી. આથી માસીયાભાઈની સાસુ કપિલા અને યુસુફની હાજરીમાં સવિતાને ૨૦ હજાર આપ્યા હતા. પત્ની ૨૫મી તારીખે લગ્ન રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટો લેવા જવાનું કહી ચાલી ગઈ તે પછી આવી ન હતી. બાદમાં રત્નકલાકાર પત્નીના પિતાને ત્યાં કરજણ ગયો હતો. મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા દલાલોએ શરૂઆતમાં ૨૪ હજાર આપી બાકીના મહિને ૨૦-૨૦ હજારના હપ્તા આપવાનું કહી ચીટર ટોળકી ફોન બંધ કરી ફરાર થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/