fbpx
ગુજરાત

વાપીમાં વિદ્યાર્થી હેડફોન લગાવીને ટ્રેક ક્રોસ કરતા ટ્રેન અડફેટે મોત

વાપીના દેસાઇવાડમાં રહેતા એક વિદ્યાર્થીને રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો હતો. કાનમાં હેડફોન લગાવીને ટ્રેક ક્રોસ કરતી વખતે લોકોએ ટ્રેન જાેઇ તેને બૂમો પાડવા છતાં અવાજ ન સાંભળતા તે ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. જેને લઇ સ્થળ ઉપર તેનું મોત થયું હતું. બનાવ અંગે રેલવે પોલીસે લાશનો કબજાે મેળવી આ અંગે મૃતકના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ટાઉન સ્થિત દેસાઇવાડમાં નટુભાઇની ચાલીમાં રહેતો અને ગીતાનગરમાં સરદાર વલ્લભભાઇ સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો વિવેક વિનયકુમાર સીંગ ઉ.વ.૧૭ બુધવારે સવારે ઘરેથી ગીતાનગર સીતારામ કોમ્પ્લેક્ષમાં ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન કાનમાં હેડફોન લગાવીને જૂના ગરનાળા ઉપર ચઢી રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ૯.૧૫ કલાકે માઉન્ટો ક્રેન એન્જીન જે મુંબઇથી સુરત તરફ જઇ રહી હતી તેની અડફેટમાં આવતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું.

જેની જાણ રેલવે પોલીસે તેના પરિવારને કરતા મૃતકના પિતા વિવેક સીંગ સ્ટેશને દોડી આવ્યા હતાં. વિવેક જ્યારે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે મુંબઇ તરફથી માઉન્ટો ક્રેન ટ્રેનને આવતા જાેઇ ત્યાં હાજર ઘણાં લોકોએ હેડફોન લગાવીને ટ્રેક ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને જાેરજાેરથી બૂમો પાડવા છતાં તેને કંઇ ખબર પડી ન હતી. જાેકે ટ્રેનના ચાલકે પણ જાેરથી હોર્ન મારતા અવાજ ન સાંભળવાથી તે અકસ્માતનો ભોગ બન્યો હતો. વર્તમાન સમયમાં બાળકોની એક જીદ ઉપર વાલીઓ તેઓને બાઇક, મોબાઇલ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી દેતા હોય છે. જાેકે આ બનાવથી વાલીઓએ ચેતવાની જરૂર છે. અવારનવાર ચાલુ બાઇક ઉપર મોબાઇલથી વાતો કરતા લોકો અકસ્માતનો ભોગ બને છે. જ્યારે આ બનાવમાં તો હેડફોન લગાવીને ચાલીને જઇ રહેલો વિદ્યાર્થી લોકોની બૂમ અને ટ્રેન હોર્ન ન સાંભળતા મોતને ભેંટી ગયો હતો. ભૂતકાળમાં પણ જૂના ગરનાળા પાસે ટ્રેન અડફેટથી અનેકના મોત થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/