fbpx
ગુજરાત

સંજીવની પરિવાર દ્વારા “ઘરનું ભોજન સ્વાદિષ્ટ ભોજન” ના સંદેશ સાથે ગણપતિને 191 ભોગ નો થાળ

સુરત શહેરમાં અનેક સ્થળોએ જાહેરમાં તેમજ શેરી ગલીમાં ગણપતિ ના પાંડાલ ઊભા કરીને ગણપતિ મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંજીવની મિત્ર મંડળ દ્વારા પ્રતિ વર્ષ અલગ અલગ રીતે પ્રજાજનોને સંદેશો આપતા ગણેશજીના રૂપ ના દર્શન કરાવવામાં આવે છે.
આ વર્ષ સંજીવની હાઇટ્સ, (સરથાણા જકતનાકા, સુરત) દ્વારા ગણપતિ ના માધ્યમથી સમાજને સંદેશ આપવાનો હતો કે “ઘરનું ભોજન સ્વાદિષ્ટ ભોજન” એ હેતુ થી સંજીવની પરિવાર દ્વારા ઘરે જાતે બનાવેલ ૧૯૧ ભોગ ધરવામાં આવેલ હતો અને સંદેશ આપવા માં આવ્યો હતો કે ઘરનું ભોજન ખાવ અને સ્વચ્છ રહો.
અલૌકિક નજારો નિહાળવા માટે અને ગણેશ ભકતો મુલાકાત લઈ રહ્યા છે, અને દર્શનનો લાભ મેળવે છે. સાથો સાથ ગરબા, ભજન કીર્તન, હનુમાનચાલીસાના પાઠ, સત્યનારાયણની કથા, રાંદલ માતાજીના લોટા, સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ દસ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવે છે. સંજીવની પરિવાર દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/