fbpx
ગુજરાત

ડીસાના મોટી ઘરનાળ ગામે મતદાર સુધારણા કાર્યક્રમ, પૂર્વ મંત્રીએ ગ્રામજનો ૧૦૦ ટકા મતદાન કરવાની કરી અપીલ

રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે લોકોને મતદાર યાદી સુધારણા અંગે માહિતી આપવા ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સતત તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી તૈયારીના ભાગ રૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. જે અંતર્ગત આજે ડીસ તાલુકાના મોટી ઘરનાળ ગામે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે ગ્રામજનો સાથે એક બેઠક યોજી હતી. મતદાર યાદી સુધારણામાં જે વ્યક્તિએ નવું મતદાન કાર્ડ કઢાવવાનું હોય કે કોઈ ફેરફાર કરાવવાનો હોય તે વ્યક્તિ જરૂરી પૂરાવા લઈને સુધારા કરાવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે ચૂંટણીમાં ગ્રામજનો ૧૦૦ ટકા મતદાન કરે તે માટે પણ લોકોને અપીલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/