fbpx
ગુજરાત

વડોદરા એમએસ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્‌સએપ ગ્રૂપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની અને લાકડીઓથી મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળવાની છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે. જેના પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્‌સએપ ગ્રૂપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.

ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો ફેકલ્ટીઓમાં જઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જાેકે, આગામી દિવસોમાં ચૂંટણી યોજવી કે નહિં, ક્યારે યોજવી, કેવી રીતે કરવી તે તમામ બાબતોનો ર્નિણય લેવા માટે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે, જ્યારે હજુ ચૂંટણી યોજવી કે નહિં તે અંગેનો ર્નિણય લેવાયો નથી, તે પહેલાં ચૂંટણીએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. બનેલા બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે એજીએસજી ગ્રૂપ દ્વારા વોટ્‌સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા એજીએસજી ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.

આ મારામારીમાં એજીએસજી ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આતીફ મલિકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. એજીએસજી ગ્રૂપના વિદ્યાર્થીઓ લાકડીઓ સાથે ધસી આવતા આતિફ મલિક કેમ્પસ છોડી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ પણ દોડી આવી હતી. આ ટીમે મારામારી સમયે ટોળે વળેલા લોકોને વિખેરવા માટે લાકડીઓ ઉગામતા કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાલય સંકુલ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું. કોમર્સ ફેકલ્ટી ઉપર થયેલી મારામારી અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા. ફેકલ્ટીમાં બનેલા મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. તે સાથે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયાં હતાં. પોલીસે પણ બંને સંગઠનોની વિગતો સાંભળી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/