fbpx
ગુજરાત

અમદાવાદમાં જુહાપુરામાં  ફરી એક મોટો ભુવો પડ્યો, ઘટનામાં કોઈ જાનહાની નથી 

અમદાવાદમાં શહેરમાં આ વર્ષે વરસાદને કારણે અને તંત્રના ભ્રષ્ટ્રાચારના કારણે 90 કરતા પણ વધારે ભુવાઓ પડ્યા છે અને આજે વધુ એક વખત જુહાપુરાના વિસ્તારમાં એક મહાકાય ભુવો પડ્યો હતો અને આ ભુવામાં એક મોટું AMCનું ડમ્પર પડ્યું હતું જો કે કોઈ જાનહાની થઇ ન હતી. આ ડમ્પરને બે ક્રેનથી કાઢવામાં આવ્યું હતું.

આ ઘટના સવારમાં થઇ હતી જયારે એક ડમ્પર 10 ફૂટ જેટલો લાંબો અને 6 ફૂટ કરતા પણ વધારે ઊંડો ભુવો પડ્યો હતો. આ સુધી મોટો ભુવો છે. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા હતા. આ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે જો કે તંત્રએ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી. કોર્પોરેશનની ટીમ આવી ન હતી ત્યાં જ ડમ્પરને કાઢવામાં 2 કલાક જેટલો કાઢવામાં આવ્યો હતો.

અમદાવાદમાં શહેરમાં ભ્રસ્ટાચારને કારણે અનેક જગ્યાએ ભૂવાઓ પડ્યા છે. આ કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આજે પડેલા ભુવામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જો કે આ ભુવામાં ડ્રેનેજ લાઈનનું પાણી ભરાવા લાગ્યું હતું. આ અમદવાદમાં પડેલા ભુવામાં સૌથી મોટો ભુવો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ ભુવાને સરખો કરવાની કામગીરી શરૂ કરી ન હતી જો કે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/