fbpx
ગુજરાત

પીએમના કાર્યક્રમ માટે ટાર્ગેટ છે ૧૦૦૦ બસનો, વોર્ડ દીઠ ૩૦થી વધુ જશે બસ

૨૯મીએ વડાપ્રધાન મોદી લિંબાયત નીલગીરી ખાતે પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદ્‌ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર અને ભાજપ સંગઠન મેદની ભેગી કરવા કામે લાગી ગયું છે. સુરત શહેર અને જિલ્લા ભાજપ દ્વારા એક લાખથી વધુની જનમેદની ભેગી કરવા કામે લાગી ગયું છે. શહેરમાં પ્રત્યેક વોર્ડને ૩૦થી વધુ બસ કરવા સૂચના અપાઇ છે, સાથે જ ખાનગી વાહનો મારફતે પણ મહત્તમ લોકો કાર્યક્રમમાં આવે એ માટે આયોજન કરવા કહેવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવા લાખ લોકોની ગણતરી સાથે આયોજન કરાયું છે. જિલ્લામાં પણ મિટિંગનો દોર ચાલી રહ્યો છે. ગામ પ્રમાણે વ્યક્તિઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો પહેલા ૭૦૦ બસનો અંદાજ હતો પણ હવે સરકારી અને ખાનગી મળી ૧૦૦૦ બસનો ટાર્ગેટ નક્કી કરાયો છે.પીએમની સભામાં મહત્તમ લોકો લાવવા વોર્ડ દીઠ સૂચના અપાઇ છે.

ભાજપના હોદ્દેદારો દ્વારા બેનરો લગાવાયા છે. કોટ વિસ્તારમાં ભાજપના વિનોદ રાણા અને આશા જરીવાળા દ્વારા બેનર લગાવાયેલા બેનર મુજબ, બસમાં નાસ્તા પાણીની વ્યવસ્થા રખાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે. વહેલા તે પહેલાના ધોરણે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ૨૯મી સપ્ટેમ્બરે વડાપ્રધાન લિંબાયતમાં મર્હષી આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડમાં બનેલા હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મીડલ રીંગરોડ થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તે રોડ શોનુ આયોજન કરાયું છે. ૨૦ સ્થળે સ્ટેજ ગોઠવી જુદા જુદા સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગતનું આયોજન કરાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/