fbpx
ગુજરાત

અમદાવાદમાં ક્રિષ્ણા ગરબા ગ્રુપના ૧૦૦ ખેલૈયાઓ એક સાથે બ્રેક વિના રમ્યા ગરબા

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૯ બે વર્ષના કોરોના કાળ બાદ નવરાત્રિના ગરબાની છૂટ મળતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. નવરાત્રિના ત્રણ નોરતા પુરા થયાં અને આજે ચોથા નોરતું છે. ત્યારે અવનવા સ્ટેપ અને રંગબેરંગી વેશભૂષા સાથે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરીઓમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યાં છે.જુદા જુદા ગ્રુપ અગાઉથી જ તૈયારી કરતા હોય છે. આ ગ્રુપના લોકોના ૯ દિવસ બુક જ હોય છે. અમદાવાદના ત્રીજા નોરતે ક્રિષ્ના ગરબા નામના ગ્રુપે ધૂમ મચાવી હતી. ગ્રુપના કોરિયોગ્રાફર સહિત ૧૦૦થી વધુ લોકો એક જ સ્પીડે અને એક જ તાલે ગરબા રમતા હોય છે. તેમને જાેવા માટે લોકોની જાેવા માટે ભીડ ભેગી જામે છે. એસ.જી.હાઇવે પર આવેલ એચ.બી.કાપડિયા સ્કૂલ દ્વારા રઢિયાળી રાત નામના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં રાણીપના પરેશ ભરવાડના ક્રિષ્ના ગ્રુપમાં ગરબા રમવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

૮ વાગ્યાથી ગરબા શરૂ થયા હતા. જેમાં ગ્રુપના કોરિયોગ્રાફર પરેશ ભરવાડ સહિત ગ્રુપના ૧૦૦થી વધુ ખેલૈયાઓ શરૂઆતથી જ બ્રેક લીધા વિના નોન સ્ટોપ ગરબા રમ્યા હતા. જાેકે સારા ગરબા રમવા બદલ ગ્રુપના દરેક સભ્યને અલગ અલગ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. ગ્રુપના કોરિયોગ્રાફર પોતે રામલીલા ફિલ્મના પહેરવેશમાં અને સભ્યો ટ્રેડિશનલમાં જાેવા મળ્યા હતા. માત્ર લાલ રૂમાલના ઈશારા પર ગ્રુપના ગરબાના સ્ટેપ બદલાતા હતા. ગરબાની છેલ્લી ૩૦ મિનિટમાં ગ્રુપ દ્વારા એક સાથે એક તાલે અને એક સ્પીડે ગરબા રમવામાં આવતા આસપાસના ખેલૈયાઓ પણ ગરબા રમતા મૂકીને ગ્રુપને જાેવા ઉભા રહી ઉભા રહી ગયા હતા અને આ ગ્રુપના ગરબા સ્ટેપ મોબાઈલમાં કેદ કરી લીધા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/