fbpx
ગુજરાત

અમદાવાદમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિને કારણે મણિનગરનું ગજાનંદ પૌંઆ સીલ

મ્યુનિ.એ મણિનગરમાં આવેલા ગજાનંદ પૌંઆમાં અનહાઇજેનિક (બિનઆરોગ્યપ્રદ) સ્થિતિ અને લાઈસન્સ નહીં હોવાને કારણે સીલ કર્યું છે. દશેરા દરમિયાન મોટી સંખ્યામાં વેચાતા ફાફડા-જલેબી સહિતના વિવિધ ખાદ્યપદાર્થની મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસ દરમિયાન મણિનગરમાં ગજાનંદ પૌંઆમાં તપાસ કરાઈ હતી. જેમાં દુકાનમાં અનહાઇજેનિક સ્થિતિ હોવાનું જાેવા મળ્યું હતું. જેથી તેને અનિશ્ચિત મુદત માટે સીલ કરી દેવામાં આવી્‌ છે. આ ઉપરાંત મ્યુનિ. અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં ૧૪ સેમ્પલ લીધા છે.

જેમાં ફાફડા-જલેબી ઉપરાંત ચોળાફળી સહિતની વિવિધ ખાદ્યચીજાેના નમૂના લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છેકે, મ્યુનિ.એ વિવિધ એકમો પાસેથી રૂ. ૬૦ હજાર જેટલો દંડ વસૂલ્યો હતો. તહેવારો પહેલાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગે હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે એકના એક તેલમાં ફરસાણ તળાતું હોય તો તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે ૧૭ કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/