fbpx
ગુજરાત

૮ મજૂર સાથે ત્રીજા માળેથી લિફ્ટ તૂટી પડી, એકનું મોત, તમામને હોસ્પિટલ ખસેડાયા

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-૨માં આવેલી લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-૨માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ-૨માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. ત્રીજા માળે આવેલી લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો અને ત્રીજા માળેથી સીધી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી, જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.

ધડાકાભેર લિફ્ટ નીચે પડતાં આઠ કામદારમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આઠ કામદારોથી ભરેલી લિફ્ટ ત્રીજા માળેથી નીચે પટકાતા નીચેના લુમ્સના કારખાનામાં કામ કરી રહેલા કામદારો દોડી આવ્યા હતા. નીચે કામ કરી રહેલા પ્રત્યક્ષ દર્શી કામદાર અગોરીએ જણાવ્યું હતું કે ઘટના સવારે બની હતી. લિફ્ટમાં ઉપરથી આવતા હતા. અચાનક લિફ્ટ જ તૂટી ગઈ. ત્રીજા માળે કપડાં ધુલાઈનું કામ ચાલે છે. જેમાં આઠ માણસો લિફ્ટમાં આવતા હતા. ઉપરથી લિફ્ટ તૂટી પડતા હાથ પગ તૂટી ગયા હતા. ચીસાચીસ બુમાબૂમ થવા લાગી હતી. અમે બહાર આવીને તમામને ઉઠાવીને બહાર કાઢ્યા હતા. બે-બે માણસ કરીને એક પછી એક ઉઠાવીને બધાને બહાર કાઢ્યા અને પછી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ભટાર વિસ્તારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં આઠ કામદાર નીચે પટકાયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ કામદારો ધડાકાભેર નીચે પટકાતાં આસપાસ કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા.

અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈક ને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ગિરધર એસ્ટેટ-૨માં ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું ચાલે છે. આ લોન્દ્રીના કારખાનામાંથી તૈયાર થયેલા કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. આ લિફ્ટમાં સવારે કાપડના માલની જગ્યાએ કામદારો ઊતરી રહ્યા હતા. જાેકે લિફ્ટમાં બેસતાંની સાથે જ લિફ્ટનો તાર અચાનક તૂટી ગયો હતો. અને ત્રીજા માળેથી ધડાકા સાથે નીચે પડી હતી. ભટારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દરમિયાન સિવિલ હોસ્પિટલના સીએમઓ દિનેશ પ્રસાદ મંડળે જણાવ્યું હતું કે સવારે લિફ્ટ દુર્ઘટનામાં આઠથી નવ ઇજાગ્રસ્ત થયેલ માણસોને સિવિલ લાવવામાં આવ્યા હતા. તમામની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જેમાંથી એકનું મોત થયું છે. બાકી તમામને હેડ ઈન્જરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. ત્રણ કે ચાર વધુ ગંભીર સ્થિતિમાં જાેવા મળી રહ્યા છે. તમામની સારવાર ચાલી રહી છે. એક્સપ્રેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જ માલુમ પડશે કે વધુ કેટલી ગંભીર ઇજાઓ થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/