fbpx
ગુજરાત

બિલ્ડરનું ફેમિલી એરપોર્ટ હતું ,ત્યારે નોકર દંપતીએ મિત્રોને બોલાવી ચલાવી લૂંટ

રાજકોટના રોયલ પાર્કમાં શેરી નં.૭માં સનસનાટી ફેલાવી દે એવી લૂંટની ઘટના સામે આવી છે. ‘માતોશ્રી’ બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. તરુણ સવારે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યાર બાદ તેના સાગરીતો સાથે મળીને તેણે તરુણને બંધક બનાવ્યો હતો. બાદમાં સોનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપવામાં અનિલની પત્ની પણ સંડોવાયેલી છે. દરમિયાન આ બનાવ સમયે તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો. ઘટનાની જાણ થતાં જ ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-૨ સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા ૧૪ વર્ષના તરુણને ઓશીકું ફાડી તેના કાપડથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ૨૫ લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે. રોયલ પાર્ક સોસાયટીમાં પ્રભાતભાઈ સિંધવનું મકાન છે.

એમાં સવારે તેમના જ ઘરમાં કામ કરતા શખસે અને બે અજાણ્યા શખસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. સવારે ત્રીજા માળે જ્યાં પ્રભાતભાઈનો પુત્ર જશ સિંધવ સૂઈ રહ્યો હતો ત્યાં આ લોકોએ જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. બાદમાં સામે જે રૂમ હતો એમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણતા તેનો લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ તપાસ કરી રહી છે. જેટલા એક્ઝિટ રૂટ છે તેના પર પોલીસ હાલ સઘન તપાસ હાથ ધરી રહી છે. મને મારા પપ્પાનો ફોન આવ્યો હતો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે ભત્રીજાને બાંધી રાખ્યો છે અને લૂંટનો બનાવ બન્યો છે. આ મારા મોટા ભાઈનું ઘર છે. મારાં ભાઈ અને ભાભી કામ હોવાથી અમદાવાદ ગયાં છે. તેઓ સવારે રિટર્ન ફરી રહ્યાં છે.

તેઓ સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર હતો ત્યારે ઘરે લૂંટ થઈ હતી. સવારે ઘરમાં કામ કરતો નેપાળી બંગલાની નીચે જ એક ઓરડીમાં રહે છે, તેણે અન્ય બે નેપાળીને બોલાવ્યા હતા. બાદમાં મારો ભત્રીજાે ઉપરના માળે સૂતો હતો ત્યાં જઈ દરવાજાે ખખડાવી ભત્રીજાને ઉઠાડીને કહ્યું, કામ છે, આથી મારા ભત્રીજાએ દરવાજાે ખોલ્યો તો ત્રણેય અંદર જતા રહ્યા હતા .બાદમાં અંદરથી રૂમનો દરવાજાે લોક કરી ભત્રીજાને બાંધી મોઢે પટ્ટી મારી દીધી હતી. ત્યારપછી ઘરમાંથી રોકડ, સોનુ અને ચાંદી જે કાંઈ હતું એ બધુ લઈને ભાગી ગયા હતા. મેં અહીં આવીને પોલીસના ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. હાલ ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ૧૪ વર્ષનો તરુણ ઘરે એકલો હતો. ઘરમાં જ કામ કરતા નેપાળી શખસે એકલતાનો લાભ લઈ અન્ય બે નેપાળી શખસને બોલાવી તરુણને ઓશીકું ફાડી એના કપડાથી બાંધી બંધક બનાવ્યો હતો. માતોશ્રી બંગલો પ્રભાતભાઈ દૂધાતનો છે અને તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા.

ત્યારે તેમનો ૧૪ વર્ષનો પુત્ર જશ એકલો ઘરે હતો. પ્રભાતભાઈના બંગલામાં નોકર અનિલ અને તેની પત્ની દોઢ મહિના પહેલાં જ ઘરઘાટી તરીકે આવ્યું હતું. આ દંપતી પ્રભાતભાઈના બંગલામાં નીચે ઓરડીમાં રહેતું હતું. અનિલ બંગલામાં ચોકીદારની સાથે પત્નીને બંગલાના કામમાં મદદ કરતો હતો. યુનિવર્સિટી પોલીસે તમામ આરોપીના ફોટા જાહેર કર્યા છે તેમજ જાહેર જનતાને અપીલ કરી છે કે આરોપીઓમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી છે, જેમાં એક પુરુષે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ શખસો તમારી આસપાસ જાેવા મળે કે મુસાફરી દરમિયાન પણ આસપાસમાં જાેવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નંબર ૦૨૮૧-૨૫૭૫૧૨૪, કંટ્રોલ રૂમ નંબર.૦૨૮૧-૨૪૫૭૭૭૭ અને પીઆઈ એ.બી. જાડેજા મોબાઈલ નંબર ૯૬૮૭૫૦૦૧૧૧ પર સંપર્ક કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/