fbpx
ગુજરાત

નવસારીમાં  લોકો પાસેથી નાણાં લઇ બેંકમાં જમા ન કરાવી આચરી છેતરપિંડી

કબીલપોર વિસ્તારમાં આવેલી બરોડા બેંકમાં બેંક મિત્ર દ્વારા લોકોના નાણાં બેકમાં જમા કરવાને બદલે બેંકનો સિક્કો મારી સ્લીપ લઈને બેંકના કેશિયર પાસે નાણાં જમા નહીં કરાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં કબીલપોરના ઘણા અશિક્ષિત લોકોના નાણાં આ બેંક મિત્રએ પોતાના અંગત વપરાશ માટે વાપરી કાઢ્યાં હતા. હવે ધીરે ધીરે લોકો બરોડા બેંકમાં આવીને રકમ જમા થઈ નહીં હોય તેવા લોકો ફરિયાદ આપી રહ્યાં છે. કબીલપોરમાં આવેલી બરોડા બેંકમાં બેકમિંત્ર તરીકે એક મહિલાની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓ બેંકના કામમાં મદદ કરતી હતી. નાણાં ભરવાની સ્લીપ ભરી આપતી હતી, ૧૦ હજારથી ઓછી રકમ એટીએમ મારફતે ઉપાડી આપતી હતી. આ મહિલા ઘણાં સમયથી કામ કરતી હતી. કબીલપોરની એક મહિલા અશિક્ષિત હોય પૈસા ભરવા માટે આ બેંક મિત્ર પાસે જતી હતી. બેંકમિત્ર રસીદ પર સિક્કો મારી આપતી હતી.

પરંતુ આ મહિલાએ જયારે પાસબુકમાં એન્ટ્રી પડાવી ત્યારે ખબર પડી કે ઘણી એન્ટ્રી પડી નથી. જેથી બેંકનો સંપર્ક મહિલા એડવોકેટ મારફતે કરી પાસબુક અને પૈસા ભર્યાની સ્લીપની ખરાઈ કરતા ૭૦ હજારથી વધુ રકમ ભરાઈ ન હતી. ઉપરાંત ૧૦ હજાર તેણીના ખાતામાંથી બારોબાર ઉપડી પણ ગયા હતા. આ બાબતે નવસારી બરોડા બેંકના રિજિયોનલ મેનેજરને અને સ્થાનિક મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી. પેપરમાં અહેવાલ આપતા બેંક મેનેજરને વધુ ૫ ફરિયાદ લેખિતમાં આવી હોવાની માહિતી મળી છે. કબીલપોર પંથકમાં ગ્રામ્ય વિસ્તાર હોય ઘણા લોકો અશિક્ષિત હોવાથી ભોગ બનેલા હોવાની માહિતી મળી છે. આ બાબતે કબીલપોરના અગ્રણીઓ લોકોને તેમના નાણાં અપાવવા આગળ આવે તે જરૂરી બન્યું છે.

કબીલપોર વિસ્તારમાં આવેલી બેંકમાં જે ખાતેદારો છે તેમાના મોટેભાગના લોકો અશિક્ષિત હોય તેઓ નાણા ભરવા અને ઉપાડવા માટે બેંકમાં આવતા હોય ત્યારે તેઓ અન્ય વ્યક્તિને નાણા જમા કરાવવા માટેની સ્લીપ ભરવા માટે જણાવતા હોય છે. જેનો લાભ નવસારી કબીલપોરની બરોડા બેંકના બેંક મિત્ર મહિલાએ તેનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરી હોય જેમ જેમ ઘટનાની જાણ થતી હોય તેમ તેમ આ બેંકના ખાતેદારો આવી મેનેજરને પોતાના પૈસાની પૂછપરછ કરી રહ્યા છે. બરોડા બેંકના બેક મિત્ર તરીકે ફરજ બજાવી ગરીબ અને અશિક્ષિત લોકો સાથે છેતરપિંડી કરનાર મહિલાએ ભોગ બનનારના ઘરે જઈને જે બેંકની સ્લીપ પર સિક્કા માર્યા હતા તે આપવા માટે આજીજી કરતી હતી.

તો કેટલાક લોકોએ ઘરે જઈને પોતાના પૈસા પણ વસૂલ કર્યાની માહિતી મળી છે. આ બનાવને પગલે કબીલપોરના ઘણાં લોકો બેંકમાં જઈને પોતાની એન્ટ્રી ચેક કરી રહ્યાં છે. અમને હજુ ૫ ફરિયાદ મળી છે. આ બેંક મિત્રની નિમણૂંક સરકારી એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે. અમને ખબર નહીં પડી પહેલીવાર આવું થયું છે. ઘણાં લોકોના નાણાં પરત પણ અપાવ્યા છે. જાે બે દિવસમાં તમામ ભોગ બનનારના નાણાં નહીં અપાય તો કાયદેસર પગલાં લઇશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/