fbpx
ગુજરાત

સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી ઉંચા ૪૫ ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું

દશેરા પર્વે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ૪૫ ફૂટ ઉંચા રાવણનાં પૂતળાનું આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે ૨ વર્ષ બંધ રહ્યાં બાદ દશેરા પર્વની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જાેડાયા હતા. કોડીનાર શહેરમાં ચાર દાયકાથી વિજયાદશમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ૧૯૮૪માં ૬૫ ફૂટ ઉંચા રાવણનુ પૂતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ છે. જે મુજબ દશેરા પર્વની ઉજવણીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ૪૫ ફૂટ ઉંચા રાવણના પૂતળાના નિર્માણ સાથે ઉજવણી કરવાનું આયોજન કોડીનાર વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. દશેરા પર્વ કોડીનાર શહેરમાં બપોરે જંગલેશ્વર મંદિર ખાતેથી વિવિધ ફ્લોટ્‌સ સાથે ભગવાન રામચંદ્રજીની સવારી શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી.

આ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ, લક્ષમણજી, હનુમાનજી રાણી લક્ષ્મીબાઈ સહિતનાં વિવિધ દેવી દેવતાના જીવંતપાત્રો અને ઢોલ નગારા અને ડી.જે.ના સથવારે લોકો ઝુમી ઉઠ્‌યા હતા. શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરી સાંજે શિંગવડા નદીનાં પટાંગણમાં પહોંચી હતી. બાદમાં આ સ્થળે ૪૫ મિનિટ સુધી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ૪૫ ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે સ્થળ પર ખચોખચ જનમેદની રાવણ દહન જાેવા ઉમટી પડી હતી. છેલ્લા બે વર્ષ કોરોનાના લીધે કોડીનારમાં વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી મુલત્વી રહ્યાં બાદ ચાલુ વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતા સમસ્ત હિન્દૂ-મુસ્લિમ સમાજ તથા વેપારી આલમમાં ભારે ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. આ ઉજવણીમાં વહીવટ તંત્ર, કોડીનાર પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું દશેરા પર્વની કોડીનારના શહેરીજનોએ ઉત્સાહભેર રંગેચંગે ઉજવણી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/