fbpx
ગુજરાત

કલાતીર્થ ટ્રસ્ટ અને જીવન ભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે કલાગંગોત્રી ગ્રંથ -૭ નો ભવ્ય લોકાર્પણ

સુરત  કલાતીર્થ ટ્રસ્ટ અને જીવન ભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ભારતીય કલાસૌંદર્યના ઉપાસક શ્રી વાસુદેવ સ્માર્ત કલાગંગોત્રી ગ્રંથ -૭ નો ભવ્ય લોકાર્પણ સમારોહ જીવનભારતી  રંગભવન નાનપુરા, ટીમલિયાવાડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.  સુનિલ ટેલર અને તેમની ટીમે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારોહને ખુલ્લો મુક્યો હતો અને ભારતીય કલાસૌંદર્યના ઉપાસક શ્રી વાસુદેવ સ્માર્તના ગ્રંથનુ લોકાર્પણ કર્યું હતું .આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ સ્થાને આર્ચર આર્ટ ગેલેરીના ડાયરેક્ટર શ્રી અનિલ રેલીયા. ગ્રંથ લોકાર્પણ કર્તા સુરત પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ.. શહેરના અગ્રણી ઉદ્યોગપતિ કલરટેક્સના ચેરમેન શ્રી જયંતીભાઈ કબુતરવાલા .સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા સાથે જીવનભારતી મંડળના શ્રી કેતનભાઇ શેલત અને અજીતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વાસુદેવ કાકા સાથે જોડાયેલા સૌસ્મરણો અને એમના કલાસર્જનો જોડાયેલી અનેક ઘટનાઓની અજાણી વાતો અનિલભાઈએ કરીને ઉપસ્થિત લોકોને ભાવવિભોર કરી દીધા હતા.. આ સાથે શહેરના પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબે પોતાના ભાવવાહી વક્તવ્યમાં જણાવ્યું હતું કે વાસુદેવકાકા સાથે મને રહેવાનું મળ્યું નથી પરંતુ એમના કલાસર્જનોને મારા નિવાસમાં સ્થાન આપીને હું વાસુદેવ પ્રેમી ચોક્કસ બની ગયો છું વૈશ્વિક કલાક્ષેત્રની માર્મિક અને ગહન અનેક વાતો સાથે ભારતીયકલાની પરંપરાના ચિત્રકાર વાસુદેવ સ્માર્તેને રાષ્ટ્રના ઉચ્ચ કોટીના સાચા કલાસાધક ગણાવ્યા હતા.. ગ્રંથના સંપાદક રમણીક ઝાપડિયા અને રાજર્ષિ સ્માર્ટ સાથે ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.

જાણીતા સાહિત્યસર્જક જયદેવ શુક્લ એ વાસુદેવ સ્માર્તના કલાસર્જનો વિશે ગહન ચર્ચા કરીને વિસ્તૃત જાણકારી આપી હતી અને આ દરેક કાર્યને ગ્રંથસ્થ કરીને માતબર કાર્ય કરવા બદલ કલાતીર્થ ટ્રસ્ટનો ઋણભાવ વ્યક્ત કર્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાહિત્ય સર્જક બકુલ ટેલરે કર્યું હતું અને સંકલન શહેરના અગ્રણી શ્રી રોહિત મારફતિયા અને શાંતિલાલ મિસ્ત્રીએ સાંભળ્યું હતું. આભાર વિધિ ચિત્રકાર રાજર્ષિ સ્માર્તે કરી કરીને આ કાર્યમાં સહયોગી બનેલા દરેક મહાનુભાવોનો ઋણભાવ વ્યક્ત કર્યો હતો.  રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણતા બક્ષી હતી..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/