fbpx
ગુજરાત

પારડીના યુવાને હિમાચલમાં યોજાયેલી દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

વલસાડ શહેર નજીક પારડી સાંઢપોર વિસ્તારમાં રહેતા એક યુવકે હિમાચાલમાં યોજાયેલી દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. યુવકે પ્રથમ ક્રમાંક મેળવીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. હાલમાં જ દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન-૨૦૨૨ રમોત્સવ હિમાચલ પ્રદેશમાં રાખવામાં આવી હતી. વલસાડ ખાતે ટ્રાયલોથન માટે કરેલી મહેનત સફળ રંગ લાવી હતી. સમગ્ર ઇવેન્ટમાં ૧૬.૪૦ મિનિટમાં ૩.૮.કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને ૪૨ કિલોમીટર રનીંગ સ્પર્ધા યોજાઈ હટીમ જેમાં પ્રથમ ક્રમાંક મેળવીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. એકદમ સામાન્ય પરિવારનો ૨૪ વર્ષીય વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતો અને વલસાડની લોટોસ હોસ્પિટલમાં નોકરી કરતો નવ યુવાને દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધા એક સાથે સ્વિમિંગ ૩.૮ કિલોમીટર, સાયકલિંગ ૧૮૦ કિલોમીટર અને રનીંગ ૪૨.૨ કિલોમીટર સ્પર્ધામાં ભાગ લઈ ૧૬ કલાક ૪૦ મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ નંબર મેળવી પારડી સાંઢપોર ગામ તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કરતાં પારડી સાંઢપોર ગામના સરપંચ તેમજ લોટોસ હોસ્પિટલના તબીબોની આગેવાની હેઠળ તેમનો જાહેર સન્માન કરવામાં આવ્યું સામાન્ય રીતે અલગ અલગ સ્પર્ધાઓમાં અનેક લોકો ભાગ લેતા હોય છે.

પરંતુ એક સાથે ત્રણ કંટીન્યુ સ્પર્ધામાં ભાગ સ્પર્ધકો મોટા પ્રમાણમાં જાેડાતા નથી. હાલમાં જ દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન-૨૦૨૨ રમોત્સવ હિમાચલ પ્રદેશમાં રાખવામાં આવી હતી. જેમાં વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતો અને વલસાડની લોટસ હોસ્પિટલમાં નોકરી કરતો નવયુવાન વિકી પ્રકાશ રાઠોડ એ ભાગ લીધો હતો. એક સામાન્ય પરિવારનો ૨૪ વર્ષીય વિકી રાઠોડ એ લોટસ હોસ્પિટલના ડૉ.સંજીવભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હિમાચલ પ્રદેશમાં રાખવામાં આવેલી ટ્રાયથલોન નામની સ્પર્ધામાં વલસાડના પારડી સાંઢપોર ગામનો વિકી રાઠોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતા વલસાડના પારડી સાંઢપોર ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ દ્વારા તેમના ગ્રામ સચિવાલય પારડી સાંઢપોર કચેરીએ જાહેર સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ દ્વારા ગામનુ તેમજ વલસાડ જિલ્લાને ગૌરવ અપાવનારા વિકી રાઠોડ નું પુષ્પગુચ્છ તેમજ સાલ અને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધર્મેશભાઈએ જણાવ્યું કે સામાન્ય પરિવાર માંથી આવેલા વિકી રાઠોડ ની માતા માનસિક બીમારી ધરાવે છે.

અગાઉ તે પંજાબ નીકળી ગઈ હતી. જાેકે તેમને વલસાડની યાદ આવતા તેઓ પરત પાછી ફરી હતી. તો તેમના માર્ગદર્શક એવા લોટસ હોસ્પિટલના ડૉ. સંજીવભાઈ દેસાઈએ જણાવ્યું કે વિકી રાઠોડ આ સ્પર્ધા અગાઉ તેને તરતા આવડતું ન હતું. જાેકે તેને અતુલ ક્લબમાં તરવા માટે મોકલ્યો હતો. પરંતુ તળાવની અંદર સ્વિમિંગ કરવાનું હતું. જેથી તેને નજીકના ગામમાં આવેલા તળાવમાં તેણે તરવાની પ્રેક્ટિસ કરી હતી. સામાન્ય રીતે આ સ્પર્ધા બહુ ટફ હોય છે. પરંતુ વિકી રાઠોડ એ રાત દિવસ મહેનત કરીને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિકી રાઠોડની સાઇકલ ખરાબ હોવાથી તેમણે ડૉ.અજીતભાઈ ટંડેલની સાઇકલનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ વિજેતા બનેલા વલસાડના નવયુવાન વીકી રાઠોડ એ જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં યોજાયેલી સ્પર્ધામાં આખા ભારતમાંથી ૧૨ સ્પર્ધકો આવ્યા હતા.

આ સ્પર્ધા ૧૭ કલાકમાં પૂરી કરવાની હોય છે જેમાં સ્વિમિંગ ૩.૮ કિલોમીટર,સાયકલિંગ ૧૮૦ કિલોમીટર અને રનીંગ ૪૨.૨ કિલોમીટરની હોય છે વિકી રાઠોડ એ ૧૬ કલાક ૪૦ મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. આ પ્રસંગે વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલભાઈ , વલસાડ નગરપાલિકા વિરોધ પક્ષનેતા ગીરીશભાઈ દેસાઈ, ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી દિવ્યેશભાઈ દોડીયા, લોટસ હોસ્પિટલના ડૉ. સંજીવભાઈ દેસાઈ અને ડૉ.અજીતભાઈ ટંડેલ , લોટસ હોસ્પિટલના ચિરાગભાઈ, હોસ્પિટલ સ્ટાફ , ડેપ્યુટી સરપંચ નયનાબેન હરીશ લાડ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/