fbpx
ગુજરાત

અમિતનગર નજીક ભરવાડ ગેંગનો પેસેન્જરના મુદ્દે કારચાલક પર હુમલો

શહેરના અમિત નગર સર્કલ પાસે સરકારને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ ટ્રાફિક પોલીસની મિલીભગતથી ચાલતી હોય છે. માથાભારે ભરવાડો પોલીસની મદદથી હવે કોઈની પર પણ હુમલા કરે છે અને સમગ્ર વિસ્તારમાં આતંક ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરે છે. આવી એક વધુ ઘટના હરણી પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં ખાનગી વાહનોમાં પેસેન્જર ભરવા બાબતે વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદના કાર ચાલકે અમિત નગર સર્કલથી પેસેન્જર ભરતાં લાકડીઓ સાથે ધસી આવેલા ટોળાએ પેસેન્જર નહીં ભરવા કારચાલકને ઢોર માર માર્યો હતો.

તેને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.અમિત નગર સર્કલ પાસે પેસેન્જર ભરવા બાબતે વહીવટનો ગોરખ ધંધો ચાલતો હોવાનું સૌ કોઈ માને છે અને ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ મહિને લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવતા હોવાનું કહેવાય છે. મુખ્ય માર્ગ ઉપર ઇકો અને અર્ટિકા ચાલકો ઊભા રહી ગેરકાયદે પેસેન્જર ભરી સરકારી અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પ્રકારની ઘટના બાદ તંત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે અને ફરી પરિસ્થિતિ યથાવત્‌ બને છે. અગાઉ ધોળે દહાડે પેસેન્જર ભરવા મુદ્દે આ સ્થળે તલવાર વડે પણ હુમલા થયા હતા. ત્યારબાદ હવે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે.અમદાવાદના મણીનગર જવાહર ચોક ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ધવલ કૌશિક હાડાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું અમિત નગર સર્કલ ખાતે પેસેન્જર ભરવા માટે ઊભો હતો.

તે સમયે છોટુ (ભરત) ભરવાડ તેની કારમાંથી લાકડીઓ લઈ મારી પાસે ધસી આવ્યો હતો અને તારે પેસેન્જર બેસાડવાના નથી તેમ કહી ગાળો બોલી હતી. આ દરમિયાન દીપક ભરવાડ, ભરત (લંબુ) ભરવાડ તથા ચારેક બાઈક ઉપર ડબલ સવારી કેટલાક વ્યક્તિઓ ધસી આવ્યા હતા અને લાકડીઓ વડે મને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. હરણી પોલીસે ૧૧ હુમલાખોરો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. જાેકે પોલીસ દેખાડા પૂરતી કાર્યવાહી કર્યા બાદ ભરવાડ ટોળકી ગણતરીના કલાકોમાં જ પોલીસની રહેમનજરથી ગેરકાયેદ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/