fbpx
ગુજરાત

મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝ યોજાઇ,આ ક્વિઝમાં ૨૭.૭૨લાખ લોકોએ ભાગ લીધો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ને રાજ્યભરના નાગરિકોનો બહોળો પ્રતિસાદ સાંપડયો છે અને તેમાં હવે મહાનગર પાલિકા અને તાલુકાકક્ષાની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ યોજાઇ હતી. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ખાતે્‌ યોજાયેલી ક્વિઝ ઇવેન્ટમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં અત્યાર સુધી કુલ ૨૭.૭૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. ૬૦૦૦થી વધુ શાળાઓ જેમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ઓનલાઇન ઇવેન્ટમાં જાેડાઇ હતી. આજે સેમિફાઇનલ રાઉન્ડમાં શાળા કેટેગરીમાં તાલુકા લેવલના ૧૭,૩૬૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અને કોલેજ કેટગરીમાં ૧૨,૫૮૭ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જી થ્રી ક્યુ.કો.ઇન. ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે.

તેમાં આજનો ડિજીટલ માધ્યમથી યોજાયેલી કવિઝના કાર્યક્રમમાં જુદી જુદી કેટગરીમાં એક લાખથી વધુ યુવાધને ભાગ લીધો એ એક અભુતપુર્વ ઘટના કહેવાય. આ યુવાધનનો ઉત્સાહ તેમને ઉજજવળ ભવિષ્ય તરફ લઇ જાય છે.તારીખ ૭ જુલાઈએ કક્ષાની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારભ થયો હતો. છેલ્લા ૧૧ અઠવાડિયા સુધીમાં કુલ ૨૭.૭૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૨૫.૫૦ લાખ લોકોએ ક્વિઝ રમીને તેમાં ભાગ લીધો હતો. હવે મહાનગર પાલિકા અને તાલુકાકક્ષાની કવિઝ ઓનલાઇન શરુ થઇ છે. અગાઉ વિજેતા બનેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ ઇવેન્ટમાં ઓનલાઇન કવિઝનો રાઉન્ડ હાલ યોજાયો છે. વધુ એક રાઉન્ડમાં શાળા કેટેગરીમાં તાલુકા લેવલના ૧૭,૩૬૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને કોલેજ કેટગરીમાં ૧૨,૫૮૭ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

અત્યાર સુધીમાં કુલ ૨૫.૫૦ લાખ લોકોએ ક્વિઝ રમીને તેમાં ભાગ લીધો હતો. તાજેતરમાં જ ગયા અઠવાડિયે એટલેકે ૧૧માં સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ તેમાં શાળા કક્ષાએ ૩૬૩૭ અને કોલેજ કક્ષાએ ૨૮૦૫ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૨૩૨ એમ કુલ ૯૬૭૪ વિજેતાઓ જાહેર કરાયા હતા, જે (જી થી ક્યુ.કો.ઇન) વેબસાઈટ પર જાેઈ શકાશે. આમ, ૧થી ૧૧ રાઉન્ડના અત્યાર સુધીમાં શાળાકક્ષાએ ૪૧૦૬૧ અને કોલેજકક્ષાએ ૩૪૨૩૬ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૯૬૭૪ એમ કુલ ૧૯૮૪૧ વિજેતાઓ જાહેર થયા છે. ૧૧માં રાઉન્ડમાં રાજ્યની કુલ ૭૧૯૯ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જયારે ૨૦૪૯ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો.

(જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર આ કવિઝનો પ્રારંભ ૭ જુલાઇથી કરવામાં આ઼વ્યો છે. આ ક્વિઝ દર અઠવાડિયે રમાશે અને વિજેતા જાહેર થાય છે.સતત ૧૧ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લાકક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાનારી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડથી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે. શાળા કક્ષાના વિજેતાઓને ઈનામની રકમની ફાળવણી કરવા માટે દરેક જિલ્લાના ડીઈઓને રૂ.૧૧,૭૨,૬૪૮/-(પ્રતિ જિલ્લા) આમ કૂલ રૂ.૩,૮૬,૯૭,૩૮૪/-ની રકમ ફાળવવામાં આવેલ છે. કોલેજ/યુનિવર્સિટી કક્ષાના વિજેતાઓને ઈનામની રકમની ફાળવણી કરવા માટે દરેક જિલ્લા અંતર્ગત એકસરકારી કોલેજને નોડલ કોલેજ પસંદ કરી રૂ. ૧૭,૦૦,૭૮૭/- પ્રતિ નોડલ કોલેજ) આમ કૂલ રૂ. ૫,૬૧,૨૫,૯૭૧/ની રકમ ફાળવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/