fbpx
ગુજરાત

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને કોર્ટ ફટકારતી આજીવન કેદની સજા

મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે દુષ્કર્મની નોંધાયેલી ફરીયાદનો કેસ મહુવાના ચોથા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદ તથા રૂ.૨૫ હજારનો દંડ ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો. મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ કે, ફરિયાદીની ભોગ બનનાર દિકરીને આરોપી રમેશભાઇ કાળુભાઇ ધાખડા (રહે. મોટા જીંજુડા, તા.સાવરકુંડલા જી. અમરેલી વાળા)એ સગીર વયની દીકરીને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે બોરડાની વાડીમાં ભાગીયુ રાખેલ ત્યાંથી તા.૨૭/૫/૨૦૧૯ના રોજ રાત્રીના સમયે ફરિયાદી કૂવામાં છારડો પાડવા ગયેલ હતો ત્યારે લઇ ગયેલ. દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી.

બગદાણા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(આઇ)(એન) તથા પોક્સો એકટની કલમ ૪-૧૭ તથા ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ મહુવાના ચોથા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે તેનો કેસ સાબિત કરવા ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ તેમજ ૨૫ સાહેદો તપાસવામાં આવેલ અને સરકારી વકીલ વિજય માંડલીયાની દલીલને ધ્યાનમાં રાખી મહુવાના ચોથા એડી.(સ્પે. પોક્સો કોર્ટ) સેશન્સ જજ ડી.સી. ત્રિવેદી દ્વારા આરોપી રમેશભાઇને આઇ.પી.સી. કલમ ૩૭૬(આઇ)(એન) તથા એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ આરોપીને આજીવન કેદની સખત કેદની સજા તથા રૂ.૨૫૦૦૦/- દંડ ફટકારેલ. જ્યારે આરોપી નં.૨ રણછોડભાઇ ઉર્ફે મહેશભાઇ લવજીભાઇ દ્વારા રમેશભાઇને મજૂરીની વ્યવસ્થા કરી આપી તથા આર્થિક મદદ કરી ગુન્હો કર્યો હતો તેને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ભોગ બનનારને રૂ.૫૦,૦૦૦/- વળતર ચુકવવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/