fbpx
ગુજરાત

વલસાડ એલસીબી પોલીસે ફિલ્મીઢબે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, ૩૪.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે

વલસાડ એલસીબીની ટીમ ભિલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન બાતમીવાળા કન્ટેનર ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. કન્ટેનર ચાલકે કન્ટેનર ન અટકવતા એલસીબીની ટીમે કન્ટેનરનો ફિલ્મીઢબે પીછો કરીને કન્ટેનરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભિલાડ રેલવે ફાટક પાસે ટ્રાફિક જામમાં કન્ટેનર અટકી ગયો હતો. કન્ટેનર ચાલક અને ક્લીનરે ભાગવાનો પ્રયાસ કરતા કન્ટેનર ચાલકને એલસબીની ટીમે ઝડપી પાડ્યો હતો. જ્યારે ક્લીનર ભાગી જવામાં સફળ રહ્યો હતો. એલસબીની ટીમે કન્ટેનરમાં ચેક કરતા ૧૦,૦૬૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસબીની ટીમે ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ એલસબીની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસ ખાતેથી એક કન્ટેનર નંબર એમએચ ૪૬ બીએમ ૨૧૧૪માં દારૂનો જથ્થો ભરી ચાલક સેલવાસથી નીકળી નરોલી થઈને નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી અમદાવાદ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમ નરોલી ચેકપોસ્ટ પાસે બાતમી વાળા કન્ટેનરની વોચ ગોઠવી ઉભી હતી જે દરમિયાન, બાતમીવાળુ કન્ટેનર આવતા પોલીસે તેને ઉભુ રાખવાનો ઈશારો કરતા કન્ટેનર ચાલકે કન્ટેનર ઊભું ન રાખી પૂર ઝડપે આગળની તરફ હંકારી મૂક્યું હતું.

એલસીબીની ટીમે કન્ટેનરનો પીછો કરી ભિલાડ હાઇવે ઉપર આર એફ ડેલીમાર્ટ મોલની સામે સર્વિસ રોડ ઉપર ભિલાડ રેલવે ફાટકનો ટ્રાફિક જામ હોય કન્ટેનર ચાલકે કન્ટેનરને સર્વિસ રોડ ઉપર ઉભી રાખી દીધું હતું. પોલીસને જાેઈ કન્ટેનર ચાલક અને ક્લીનર સાઈડમાંથી એક ઇસમ નીચે ઉતરી ભાગવા લાગ્યા હતા. બંને ઈસમોનો અલગ અલગ ટીમો બનાવી પીછો કરતા કન્ટેનર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને ક્લીનર શીટ ઉપર બેસેલો યુવક હાઇવે ક્રોસ કરી સામેની બાજુથી ભાગી છુટ્યો હતો. પોલીસે ચાલકને સાથે રાખી કન્ટેનરમાં ચેક કરતા કોથળાઓમાંથી કુલ ૧૦,૦૬૮ બોટલ દારૂનો જથ્થો એલસબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે સુરેશકુમાર રામજીવન બીસ્નોયની અટકાયત કરી કન્ટેનરમાંથી ભાગી છુટેલા રિષપાલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કુલ ૩૪.૮૪ લાખનો મુદ્દામાલ કબજે લઇ ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/