fbpx
ગુજરાત

વડોદરામાં એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાર્ટી કરતાં વિદ્યાર્થીઓનો વીડિયો થયો વાયરલ

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેને પગલે યુનિવર્સિટી સત્તાધિશો દોડતા થઈ ગયા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કેટલાક યુવાનો દારૂ અને ચિકનની પાર્ટી કરી રહ્યા છે. આ વીડિયો વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના એમ.એમ. હોલનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ’ ગીત વાગે છે. આ ઉપરાંત હોસ્ટેલ રૂમમાં બેસીને કેટલાક વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરતા પણ દેખાય છે. આ વીડિયો પગલે એમ.એસ. યુનિવર્સિટી સત્તાધિશોએ તપાસ શરૂ કરી છે.

અમારી પાસે આ વીડિયો આવ્યો છે. વીડિયોમાં જે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. તેની અમે ઓળખ કરી રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન તથ્ય બહાર આવશે તો કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા જે કંઇ ર્નિણય લેવામાં આવશે, ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ૨૦ દિવસ પહેલા જ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ફ્રેશર્સ પાર્ટીમાં પોલીસે રેડ પાડી હતી. જાેકે, ફેકલ્ટીમાંથી કશું હાથે લાગ્યું ના હતું અને આ માત્ર અફવા નીકળી હતી. વિદ્યાર્થીઓની ફ્રેશર્સ પાર્ટી બગડતા વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયા હતા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત માટે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું હતું.

જાેકે, ફેશર્સ પાર્ટીની શરૂઆત થવાની સાથે જ પોલીસની એન્ટ્રી થઇ ગઇ હતી અને સમગ્ર ફેકલ્ટીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ વાંધાજનક કહેવાય તેવું કાંઇ પણ મળ્યું ના હતું. અઢી મહિના પહેલા એમએસ યુનિવર્સિટીની એલ.બી.એસ બોયઝ હોસ્ટેલમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી. રૂમ નંબર ૧૪માં બે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતા, ત્યારે યુનિવર્સિટી વિજિલન્સ ટીમને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં એલએલબીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દારૂ પીતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે બંને વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/