fbpx
ગુજરાત

ઇન્સ્યોરન્સ કંપનીને હોમ લોનની રકમ જમા કરાવવા કોર્ટનો આદેશ

બે ફ્લેટની ખરીદી માટે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લોન લેનાર વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થતાં બેંક દ્વારા લોનધારક પાસે ફરજિયાત વીમો લેવડાવ્યો હોવા છતાં બંને ફ્લેટનો કબજાે લેવાનો પ્રયાસ થયો હતો. આ અંગે મૃતકનાં પત્નીએ ગ્રાહક કોર્ટમાં દાદ માગતાં ગ્રાહક કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ૯ ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ કરી બેંકને ઇન્સ્યોરન્સની રકમ જમા ન થાય ત્યાં સુધી ફ્લેટનો કબજાે ન લેવાનો આદેશ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી મેહુલભાઇ ગાયકવાડે બે ફ્લેટની ખરીદી કરી હતી, જેમાં એક ફ્લેટ માટે રૂા.૧૫ લાખની અને બીજા ફ્લેટ માટે રૂા.૨૨ લાખની લોન આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લેવામાં આવી હતી.

બેંક દ્વારા ફરજિયાતપણે તેઓને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસી લેવડાવવામાં આવી હતી અને તેમાં વારસદાર તરીકે કાજલબહેનનું નામ હતું. આ દરમિયાન મેહુલભાઇનું કોરોનાના કારણે મૃત્યુ થતાં બેંકે બંને ફ્લેટનો કબજાે લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઇન્સ્યોરન્સ કંપનીએ કોરોનાને ગંભીર બીમારી ન ગણી ક્લેઇમ આપવાની ના કહી દીધી હતી. જેને પગલે કાજલબેન ગાયકવાડે જાગૃત નાગરિક સંસ્થાના પી.વી.મુરજાણી મારફતે ગ્રાહક કોર્ટમાં દાદ માગી હતી. જેને પગલે ગ્રાહક કોર્ટે ૯ ટકાના વ્યાજ સાથે ઇન્સ્યોરન્સની રકમ ચૂકવી આપવાનો આદેશ ઇન્સ્યોરન્સ કંપનીને કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/