fbpx
ગુજરાત

સુરતમાં બે ઇસમોએ વેપારીની કાર પર કાદવ ફેકી નજર હટાવી રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર

સુરતના ડિંડોલીથી ચલથાણ તરફ ઝઈ રહેલા કેનાલ હાઈવ પર કાપડ વેપારી લૂંટનો શિકાર બન્યો છે. કારમાં ૫૫ લાખ રૂપિયા લઇ ત્રણ વેપારીઓ કડોદરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ચલથાણ કેનાલ રોડ પર લૂંટનો શિકાર બન્યા હતા. વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારે કાદવ ફેંકતા કાર ઉભી રાખવી પડી હતી. તેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી ૫૫ લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ સહિત એસપી, ડીસીપી, ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યાનના કાપડનો વેપાર કરતા વેપારી લૂંટનો શિકાર બન્યો છે. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા ૫૫ લાખ લઇને વ્યવસાયના કામ અર્થે સાંજે ડિંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ જઈ રહ્યો હતો.

દરમિયાન ડિંડોલીથી ત્રણ કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા ઇસમો દ્વારા મોપેડ પર આવીને તેમની કારના ડ્રાઈવરના કાચ પર કાદવ ફેંક્યો હતો. જેને લઇને કાર ચાલકે ગાડીને સાઈડ કરવી પડી હતી. દરમિયાન કાર જેવી સાઈડ કરતાં તરત જ બંને અજાણ્યા મોપેડ સવારોએ કારમાં રહેલી રૂપિયા ૫૫ લાખની બેગ નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા. સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા ૫૫ લાખની લૂંટ થઈ છે કે, ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલીક ડિંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ જે રીતે હાઈવે પર કારની સ્થિતિ જાેવા મળી અને વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોડી સાત સુધી તપાસ માટે દોડી આવ્યો હતો. ડિંડોલી પોલીસ સહિત એસપી, ડીસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે વેપારી સાથે બનેલી ઘટનાની હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાંજે સાડા સાતથી આઠની વચ્ચે બે વેપારી ચલથાણ રોડથી બ્લેક કલરની સ્કોર્પિઓ કાર લઇને જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટીવા પર પાછળથી બે લોકો આવી ગાડી ઉપર કાદવ ફેંક્યો હતો. જેને લઇને ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. બંને વેપારી વ્યવસાયના અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/