fbpx
ગુજરાત

પેટલાદમાં ટ્રેક્ટરના ચાલકે ટર્ન લેતા ટ્રોલીમાં બાઇક ફસાતા અકસ્માત, બાઈક ચાલકનું મોત

પેટલાદ તાલુકાના પાડગોલ ગામે પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટરના ચાલકે અચાનક ટર્ન લીધો હતો. જેના કારણે સામેથી આવતું બાઇક સીધું ટ્રોલી સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પાડગોળ ગામે આવેલા વજનકાંટા પાસે ૧૩મી ઓક્ટોબરની રાત્રે અકસ્માત સર્જાયો હતો. પાડગોળ ગામે રહેતા મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સાધુરામ સોલંકીને પિતરાઇ ભાઇ સુનીલ સોલંકી (ઉ.વ.૨૮) ગુરૂવારની સાંજે પાડગોલ વજનકાંટા પાસે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, મહેશ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વજનકાંટા પાસે ટ્રેક્ટર ટ્રોલી સાથેનું વલેટવા ચોકડીથી પાડગોળ ગામ તરફ આવતું હતું

સુનીલ પણ પોતાનું બાઇક લઇ વલેટવા ચોકડીથી પાડગોલ તરફ આવતો હતો. તે વખતે ટ્રેક્ટરના ચાલકે તેનું ટ્રેક્ટર વજનકાંટા તરફ એકદમવાળી દેતા સુનીલના મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માત કરી દીધો હતો. આ અકસ્માતમાં બાઇક ટ્રેક્ટરની અને ટ્રોલીની વચ્ચે ફસાઇ ગયું હતું અને ટ્રોલી સાથે સુનીલ અથડાતા માથાનામાં ગંભીર ઇજા પહોંચી હતી. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી ભાગી ગયો હતો. સુનીલને તાત્કાલિક કરમસદની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે મહેશ સોલંકીની ફરિયાદ આધારે મહેળાવ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/