fbpx
ગુજરાત

પાટડીમાં યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા અંતર્ગત ટ્રેક્ટર રેલી યોજાઈ

પાટડીમાં યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા અંતર્ગત ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતો પણ બહોળી સંખ્યામાં જાેડાયા હતા. આ યુવા પરિવર્તન યાત્રામાં પાટડી શક્તિ માતાના મંદિરે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દર્શન કરી બાઇક રેલી સ્વરુપે કઠાડા પહોંચ્યા હતા. જ્યારે કઠાડાથી આ યુવા પરિવર્તન યાત્રામાં ખેડૂતો જાેડાતા આ યાત્રા ટ્રેક્ટર યાત્રામાં પરિવર્તિત થઇ આગળ વધી હતી. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા પરિવર્તન યાત્રાનું આજે ઘસાડા વિધાનસભામાં પાટડી ખાતે દબદબાભેર આગમન થયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના નેતૃત્વમાં સોમનાથથી સુઈગામ સુધીની યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો છે અને તે ઉપક્રમે આ યાત્રા દસાડા તાલુકાના પાટડી શહેરમાં આવી પહોંચતા તમામ વર્ગો તરફથી આ યાત્રાને જબરજસ્ત સમર્થન અને પ્રતિસાદ સાંપડ્યો હતો.

પાટડીના ઐતિહાસિક શક્તિ માતાના મંદિરથી આ યાત્રા બાઈક રેલી સ્વરૂપે પાટડીથી દસાડા સુધી અને દસાડાથી ગવાણા સુધી સેંકડો ટ્રેક્ટર સાથે આગળ વધી હતી. જેમાં પાટડી વિજય ચોક અને ગવાણાની સભામાં સ્થાનિક ધારાસભ્ય નૌશાદ સોલંકી, હરપાલસિંહ ચુડાસમા અને ઇન્દ્રવિજયસિંહ ઝાલા દ્વારા ભાજપ સરકારની મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ કાંડને લઈને આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી અને રાહુલ ગાંધીના આઠ વચનો અંગેના પ્રવચન કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર યાત્રાને સફળ બનાવવા જિલ્લા યુથ કોંગ્રેસ, દસાડા વિધાનસભા યુથ કોંગ્રેસ, દસાડા તાલુકા યુથ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ યુવા પરિવર્તન યાત્રામાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ, કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, વિક્રમ રબારી અને વિનોદ ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનો, યુવા કોંગ્રેસી કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/