fbpx
ગુજરાત

પાટણમાં નવીન બનેલા ઓવરબ્રિજનું સરકાર ઉદ્ધાટન કરે તે પહેલા કોગ્રેસના કાર્યકરોએ ખુલ્લો મુક્યો

પાટણના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નિર્માણ થઈ રહેલા બીજા ઓવરબ્રીજની અમૂલ્ય ભેટ પાટણવાસીઓને દિવાળી પૂર્વે જ આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ ઓવરબ્રિજનંઓ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન થવાનું હતું તે માટે આજના દિવસની તારીખ માંગવામાં આવી હતી. જાેકે, આજની તારીખ મળી ન હતી. આ દરમિયાન સવારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોગ્રેસના કાર્યકરોએ આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું. કોંગ્રેસે ઓવરબ્રિજને ખુલ્લો મુક્યો હતો. જેથી ત્યાથી વાહન ચાલકો પર પસાર થયા હતા. સિધ્ધપુર -ચાણસ્મા અને ડીસા હાઈવેને જાેડતો પાટણમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર પર અગાઉ ભારે વાહનોની આવનજાવનને લઈ ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. આ માર્ગ પર આંતરે દિવસે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી. ગોલ્ડન બ્રીજના નિર્માણ બાદ સિદ્ધપુર ચાર રસ્તાના સર્કલ પાસે સર્જાતી ટ્રાફીક સમસ્યાને હલ કરવા આ માર્ગ ૫૨ ઓવરબ્રીજ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

સરકારે સિધ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા અને ડીસા હાઈવેને જાેડતા માર્ગ પર ઓવરબ્રીજ બનાવવા માટે રુપિયા ૨૭ કરોડની વહીવટી મંજૂરી આપ્યા બાદ બ્રીજની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ બ્રીજને ૧૮ મહિનાની અંદર પૂર્ણ કરવાની અવધિ આપવામાં આવી હતી. ત્યારે ૭૦૦ મીટર લાંબો અને ૧૫ મીટર પહોળો ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પૂરજાેશમાં શરુ કરવામાં આવી હતી. હાલમાં ઓવરબ્રીજની કામગીરી લગભગ પૂર્ણતાના આરે પહોંચી છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, શહેર પ્રમુખ ભરત ભાટીયા, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો મિત્રો દ્વારા પાટણ શહેરના નવા બ્રિજનું સરદાર ગંજના ઝાંપા પાસેથી શહેરના નાગરિકો અને લોકોની સુખાકારી માટે ઉદ્ધાટન કરી બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ બીજ પરથી વાહનો પ્રસાર થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/